________________
દોષદષ્ટિ થવાથી મુક્તિ. : ૫૩ : થી જોઈને તેને ઉપયોગ કરી આનંદ મનાવે છે, કે જેથી કરી જડ વસ્તુઓથી છૂટા પડવાનો પ્રસંગ જ આવતો નથી, તે પછી જડસ્વરૂપ કર્મોથી મુકાઈ જઈને અનંત જીવનમય શુદ્ધાનંદ સ્વરૂપ-શાશ્વત મોક્ષ મેળવવાને પ્રસંગ કયાંથી બને?
જડમાં ગુણદૃષ્ટિપણાથી સંસારમાં પરિભ્રમણ કરતા આત્માઓ કે જેમણે સમ્યગજ્ઞાન દ્વારા વર્ણ આદિ જડના ગુણને દોષસ્વરૂપ જાણું તેનાથી વિરામ પામવાથી સર્વથા કમથી મુકાઈ જઈને શાશ્વત આનંદસ્વરૂપ મુક્તિ મેળવી છેતેઓ સંસારથી સર્વથા મુકાઈ જવાની ઇચ્છાવાળાઓને જડ સંસારમાં દેષદષ્ટિ બનવાને ઉપદેશ કરે છે. તેઓ કહે કે જે વિવિધતા અને વિચિત્રતાને ઇંદ્રિ ગ્રહણ કરી રહી છે તે બધું ય ખોટું છે, ઈન્દ્રજાળસ્વરૂપ છે, અસાર છે, ક્ષણિક છે, અનિત્ય છે. પુષ્કળ વ્યાધિ-વેદનાવાળા અસાર સંસારમાં લેશ માત્ર પણ સુખ નથી.
ગીત માત્ર વિલાપ છે, સર્વ પ્રકારના નાટક વિડંબના છે, સર્વ પ્રકારના આભૂષણો ભારરૂપ છે અને સર્વ વિષયે દુઃખસ્વરૂપ છે. મળ, મૂત્ર, રુધિર, માંસ આદિ સાત ધાતુનું બનેલું શરીર છે કે જે હંમેશાં અપવિત્ર રહે છે અને ઘણા કરવા લાયક છે. વિષ્ટાથી ભરેલી કપડાની કોથળીને સાબુ ચોપડી પાણીથી ગમે તેટલી ધુઓ અથવા તે અત્યંત સુગંધીવાળું અત્તર ચેપડો તો પણ કોથલીના છિદ્રોમાંથી વિષ્ટા કરતી રહેવાથી તે પવિત્ર કે સુગંધમય બની શકતી નથી, તેમ મળમૂત્રથી ભરેલા અને અનેક છિદ્રોમાંથી અશુચિ ઝરતા શરીરરૂપ કેથલાને ગમે તેટલી વખત સાબુ ચોળીને ધુઓ કે સુગંધી તેલ ચેપડે તે ય તે પવિત્ર કે સુગંધમય બની શકતું જ નથી. સેનું-રૂપું-ચાંદીનીલમ-માણેક-હીરા વિગેરે માટી અને પથરા છે, મિષ્ટાન્ન અને