________________
ક્ષમા-સહિષ્ણુતા.
= ૪૭ : તેનું આંતર આકર્ષાયા વગર રહેતું નથી. અને તેને મેળવવાને અનેક આપત્તિ-વિપત્તિઓને અવકાશ મળવા છતાં પણ અથકપણે પરિશ્રમ કરે છે.
માયા અને લોભ રાગના અંગ ગણાય છે. જે વસ્તુ સુંદર લાગતી હોય, ગમતી હોય તેવી વસ્તુને અનેક વખત અતિશયપણે ભોગવવાની અભિલાષી બની રહેવી તે લોભ છે. તૃષ્ણને મરડાના રોગની ઉપમા આપીએ તો અસ્થાને તે નહીં ગણાય. ગમે તેટલી વખત દિશાએ જાય તે પણ મરડાના રોગીની હાજત મટે નહિં, તેવી જ રીતે ગમે તેટલી વસ્તુઓ મેળવે કે તેને ઉપભેગ કરે તે પણ તૃષ્ણાવાળાની હાજત પૂરી થાય નહિં અને વસ્તુ મળતાં વિલંબ થાય કે વિઘ આવે તો માયાને છુટથી ઉપભોગ કરે છે.
રસ્તામાં ચાલતાં સુંદર મકાન જોયું કે ઝટ રાગ પેદા થાય છે અને તેવું મકાન મેળવીને ભેગવવાની ઈચ્છા થાય છે, તેવી જ રીતે સુંદર સ્ત્રી, બાગ, વસ્ત્ર, ઘરેણાં, ફળ-ફૂલ, મિષ્ટાન્ન વિગેરે જેટલી વસ્તુઓ ભેગવવાની ઈચ્છા થયા કરે છે તે સઘળયે રાગને વિલાસ છે. જે વસ્તુઓના સંબંધથી આનંદ-હર્ષ ઉત્પન્ન થાય છે, મન ખેંચાય છે, સેવા કરવાની હોંશ થાય છે. તે સઘળયે રાગને વિકાર છે.
સંસાર જે વસ્તુને અસુંદર માનતે હોય તેના ભોગની તો ઈચ્છા કેઈને પણ થાય જ નહિ, પરંતુ સંસાર જે વસ્તુમાં સુંદરતા નિહાળી હિત, હર્ષ, આનંદ કે લાભ માનતે હોય, તેની પૂર્ણ શ્રદ્ધાથી તે વસ્તુના ભાગે પભોગ માટે તેને મેળવવાની વાટે