________________
ક્ષમા-સહિષ્ણુતા.
: ૫ : કર્યો નથી ત્યારે જ પ્રતિકૂળતાને તેઓ સહન કરી શક્યા છે; એટલે કે દ્વેષ કર્યો નથી અને છેવટે વિતરાગદશાને વિકાસ કરી શક્યા છે. - દ્વેષને કાઢવા માટે વસ્તુ માત્રમાંથી રાગ ઓછો કરે જોઈએ. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી હૈષ નીકળવાનું નથી. અને દ્વેષ તથા રાગ બંને ન નીકળે ત્યાં સુધી વસ્તુસ્થિતિનું ભાન થઈ શકવાનું નથી, યથાર્થ વસ્તુ ઓળખાવાની નથી અને યથાર્થ વસ્તુ ન ઓળખાય ત્યાં સુધી વિકાસનો માર્ગ દૂર જ રહેવાનો.
ઉપર જે કાંઈ ક્ષમાનું સ્વરૂપ વર્ણવ્યું છે તે પ્રકૃતિ તથા પ્રવૃત્તિ બંનેને આશ્રયીને છે. ક્ષમાની મૂળ પ્રકૃતિ, અનુકૂળતા તથા પ્રતિકૂળતા સહન કરવી, અર્થાત્ રાગ-દ્વેષ ન કરે અને પ્રવૃત્તિ, માત્ર પ્રતિકૂળતા સહન કરવી એટલે માત્ર દ્વેષ ન કરે. આ બંનેમાંથી મૂળ પ્રકૃતિને આશ્રયીને જે ક્ષમાના સ્વરૂપને વિશેષ વિચાર કરીએ તે ઉપર વિચારી ગયા તેના કરતાં પણ તેનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે, અને એટલા માટે જ મુક્તિ મેળવવા કટિબદ્ધ થયેલા યતિના ધર્મમાં ક્ષમાને અગ્રસ્થાન આપ્યું છે.
અનાદિ કાળથી પરસ્પર અનેક પ્રકારના સંબંધથી એતપ્રોત થયેલા સંસારવાસી આત્માઓને એક બીજાના પ્રતિના અનુકુળ-પ્રતિકૂળ વતનને આશ્રયીને જ સહન કરવાનું ઉપર કહેવામાં આવ્યું છે, પરંતુ આત્માથી ભિન્ન જડના અનુકૂળ તથા પ્રતિકૂળ સંયોગોથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષને સહન કરવાનું જણાવ્યું નથી. વાસ્તવિકમાં તો ક્ષમાની, સહન કરવારૂપ જે મૂળ