________________
જ્ઞાન પ્રદીપ
સિવાય રહેતું નથી. પ્રફુલ્લિત મનથી સ્તવના કરનારની ચાહના રાખ્યા કરે છે. યદ્યપિ પ્રતિકૂળ વતનારને તો કેઈન પણ હૃદયમાં સ્થાન મળતું નથી, પરંતુ અનુકૂળ વતનારને તે યેગી હે કે ભેગી હે, સર્વના હૃદયમાં સ્થાન મળે છે. સઘળાયનું પ્રીતિનું પાત્ર બને છે. આ પ્રમાણે પ્રતિકૂળ વર્તનની ઉપેક્ષા કરનાર તે ઘણું નીકળી આવશે, પરંતુ અનુકૂળ વર્તનની ઉપેક્ષા તે સર્વોચ્ચદશા–વીતરાગદશા મેળવવા કટિબદ્ધ થયેલા જ કરી શકે છે. બાકી સંસારવાસી જીવો અનુકૂળ વર્તનની ઉપેક્ષા કરવાના અધિકારી છે, અને કઈ ઉપેક્ષા કરે તે તેના માટે દૂષણરૂપ ગણાય છે, પણ ત્યાગમાર્ગ અંગીકાર કરી વીતરાગની વાટે વળેલા મુમુક્ષુઓ માટે તે તે જ ઉપેક્ષા ભૂષણરૂપ ગણાય છે.
જે અનુકૂળ વતનને સહન કરે છે તે પ્રતિકૂળ વર્તનને સહન કરવાને જ, અને જે પ્રતિકૂળ વર્તનને સહન કરે છે તે અનુકૂળ વતનને સહન કરે ય ખરે અને ન પણ કરેકારણ કે જે અનુકૂળ વતનાર ઉપર રાગ કરે છે તે પ્રતિકૂળ વર્તનાર ઉપર દ્વેષ કરવાને જ, પણ જ્યાં રાગ નથી ત્યાં પછી ષ હાય જ ક્યાંથી? દ્વેષ તેમને જ નષ્ટ થઈ શકે છે કે જેમને રાગ નષ્ટ થયો હોય છે, અને એટલા જ માટે વીતરાગ કહેવાય છે પણ વીતદ્વેષ નથી કહેવાતા. પ્રભુના જીવન તરફ જુઓ. એમણે અનુકૂળ તથા પ્રતિકૂળ બંને પ્રકારના ઉપસર્ગોને સહન કર્યા છે. પ્રથમ તે રાગની ઉત્પાદક જેટલી અનુકુળતા હતી તે બધીય દૂર કરી, અને તે દૂર કર્યા પછી પણ જ્યારે જ્યારે અનુકૂળતા મળી છે ત્યારે ત્યારે તે બધી ય સહન કરી છે, રાગ