________________
ક્ષમા સહિષ્ણુતા : સહિષ્ણુતા અને આ ઉપર વર્ણ વેલી અસહિષ્ણુતા અને રાગથી ઉત્પન્ન થાય છે.
ક્ષમા તથા અક્ષમાની આપ-લે બે વ્યક્તિઓને આશ્રયીને કરવામાં આવે છે. જે બંને વ્યક્તિ ઉત્તમ કેટીની હોય તો સનિમિત્ત અથવા નિનિમિત્ત થયેલી અક્ષમાના અંગે ઉત્પન્ન થયેલા સંતાપને શમાવવા પરસ્પર એક બીજાની પ્રતિ–ક્ષમા માંગી લે છે અને આપે છે, પરંતુ જે એક વ્યક્તિ ઉચ્ચ કેટીની હોય અને બીજી હલકી કેટીની હોય તે એકપક્ષીય ક્ષમા મંગાય છે અને અપાય છે. ઉચ્ચ કેટીના પરમાર્થ દષ્ટિવાળાનાં હદય પાપભીરુ અને બહુ જ કેમળ હોય છે. તેમના પ્રતિ અન્ય તરફથી કરવામાં આવેલી ગેરવર્તણુકને તેઓ સહન કરી લે છે, પણ અદેખાઈ કે ક્રોધને વશ થઈને બીજાને સંતાપ આપી ગુન્હેગાર બનતા નથી. કદાચ અશુભ કર્મના તીવ્ર ઉદયથી કોધાધીન થઈને અણજાણપણે બીજાના હૃદય દુભાવવાનો ગુન્હો કરે છે, પણ પાછળથી તેઓને બહુ જ પશ્ચાત્તાપ થાય છે અને ગુન્હામાંથી મુક્ત થવા તરત જ ક્ષમા માંગી લે છે.
ઉપર વર્ણવેલી, માત્ર પ્રતિકૂળ વતનને સહન કરવારૂપ એકદેશીય ક્ષમા સંસારમાં પ્રવાસ કરવાવાળા માટે ઘણી જ લાભદાયક છે, પણ સંસારની બહાર પ્રવાસ કરનારાઓ-સર્વથા કર્મને નાશ કરી સંસારના પ્રવાસનો અંત લાવનારાઓ સર્વોચ્ચ કેટીના મહાપુરુષો માટે તે સર્વદેશીય ક્ષમાની અત્યંત આવશ્યકતા રહે છે. અતિશય વયના ઉલ્લાસથી સંપૂર્ણ વિરક્તભાવને પામેલા, અને આત્માને સર્વથા શુદ્ધ બનાવી સંસારના બહાર પ્રવાસ કરી સર્વ શુદ્ધ આવાસમાં વાસ વસવા ઉઘુક્ત