________________
: ૪૦ :
જ્ઞાન પ્રદીપ.
ર
રીતે પરમાર્થ દષ્ટિવાળા મધ્યમ કોટીના સજ્જન પુરુષે પણ ક્ષમા આપવા સહન કરવા ચાહતા નથી, પરંતુ મિથ્યાભિમાની સ્વાર્થદષ્ટિ, અને મહત્ત્વાકાંક્ષી પરમાર્થદષ્ટિ આ બંનેની અસહિષ્ણુતામાં મેટું અંતર રહેલું છે. ઉપર કહ્યા પ્રમાણે સજ્જન પુરુષો બીજાની આપત્તિ-વિપત્તિ જોઈને સહન કરી શક્તા નથી, અને પરના પૌગલિક દુઃખ ટાળીને તેને ગમે તે ભેગે પણ પૌગલિક સુખ પ્રાપ્ત કરાવવા પ્રયત્ન કરે છે ત્યારે મિથ્યાભિમાની દુર્જન પુરુષે બીજાની સુખ-સંપત્તિ જોઈને સહન કરી શકતા નથી; અને તેમના પૌગલિક સુખને નાશ અને ગમે તે ભેગે પણ તેને પૌગલિક દુઃખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે ઉચ્ચ કોટીના મહત્ત્વાકાંક્ષી સજ્જન પુરુષોમાં પણ એક પ્રકારની અસહિષ્ણુતા હોય છે, અને તે મધ્યમ કેટીના સજજન પુરુષ જેવી જ હોય છે. ફરક માત્ર એટલો જ છે કે મધ્યમ કોટીના સજજન પુરુષ અશુભ કર્મના કાર્યરૂપ પૌગલિક દુઃખને દૂર કરી અવાસ્તવિક ક્ષણિક સુખ પ્રાપ્ત કરાવવા પ્રયાસ કરે છે, ત્યારે ઉત્તમ કેટિના સજ્જને દુઃખના કારણરૂપ કર્મને સમૂળગે નાશ કરી વાસ્તવિક અખંડ સુખ પ્રાપ્ત કરાવવાના અધ્યવસાયવાળા હોય છે.
આ ચાલુ ક્ષમા-સહિષ્ણુતાના પ્રકરણમાં ક્ષમાના સ્વરૂપને કાંઈક વધુ સ્પષ્ટ કરવાવાળું અને કાંઈક સંબંધ ધરાવવાવાળું હાવાથી અક્ષમા-અસહિષ્ણુતાનું યત્કિંચિત્ હાર્દ દેખાડ્યું છે તે તે સર્વથા અપ્રાસંગિક તે નથી જ. અને અપ્રાસંગિક ન લેવાનું બીજું પણ એક કારણ છે કે આગળ વર્ણવવામાં આવેલી સર્વદેશીય ક્ષમાના સ્વરૂપમાં અનુકૂળ વર્તનથી ઉદ્દભવેલી અ