________________
ક્ષમા-સહિષ્ણુતા.
: ૩૯ :
આ બાબત માટે ધર્મશાસ્ત્રો પણ કહે છે કે-હમેશ ન બની શકે, અને દ્વેષની પરાધીનતાના અંગે કદાચ વિરોધવૃત્તિ ઘણું વખત સુધી લંબાય તે પણ વર્ષના અંતે તે દ્વેષવૃત્તિથી છુટકારો મેળવીને બીજાની પાસેથી ક્ષમા માંગી લેવી જ જોઈએ, આપણી ગેરવર્તણુક સહન કરવા પ્રાર્થના કરવી જ જોઈએ અને બીજાએ તેની પ્રાર્થના સ્વીકારીને ક્ષમા આપવી જ જોઈએ.
આ પ્રમાણે સંસારમાં દ્વેષથી થયેલી પ્રવૃત્તિયોની ક્ષમા આપવા અને ક્ષમા લેવા (સહન કરવા-કરાવવા) પ્રાર્થના કરવાની પ્રથા પુષ્કળ પ્રમાણમાં જોવામાં આવે છે; પણ તેની સ્વાર્થ તથા પરમાર્થ દષ્ટિથી તપાસ કરતા પરમાર્થ દષ્ટિયે શુદ્ધ આશયથી ક્ષમા આપનાર તથા લેનાર બહુ જ થોડા પ્રમાણમાં જણાય છે, કારણ કે જનતા, કાય માત્રમાં સ્વાર્થ તથા પરમાર્થ એમ બંને દૃષ્ટિ વાપરે છે. તેમાં પણ પરમાર્થ દષ્ટિ કરતાં સ્વાર્થ દષ્ટિને પુષ્કળ ઉપયોગ કરે છે. આનું કારણ તે ખુલ્લું જ છે કે જનતાને બહોળો ભાગ અજ્ઞાન હોવાથી આ લેક સંબંધી પગલિક સુખને જ લાલચુ હોય છે; છતાં કેઈ કદાચ ધર્મશાસ્ત્રોમાં દેવી સંપત્તિ કે ચકવતની સમૃદ્ધિ સાંભળીને કાંઈક શ્રદ્ધાથી તેને મેળવવાની લાલસાથી પરેક સંબંધી પૌગલિક સુખોને લક્ષ્યમાં રાખીને ક્ષમા આપવા-લેવાની પ્રવૃત્તિ કરે છે તો પણ તે પુદુગલાનંદી હોવાથી સ્વાર્થ દષ્ટિને જ ઉપયોગ કરનાર કહેવાય છે.
પુદ્ગલાનંદી જીની જ્યાં સ્વાર્થદષ્ટ હોતી નથી ત્યાં તેમને ક્ષમા માંગતાં કે આપતાં મિથ્યાભિમાન આડું આવે છે અને તેથી તેઓ સહન કરવા કરાવવાને ચાહતા નથી. તેવી જ