________________
: ૩ :
જ્ઞાન પ્રદીપ.
કે સ્વજનાદિકની પ્રતિકૂળતા કેમ ન હોય, બધી ખાખતની પ્રતિકૂળતા કેમ ન હાય, બધી બાબતની પ્રતિકૂળતાને કેવળ ધનની અનુકૂળતાથી જ અનુકૂળ અનાવી શકે છે. અથવા તા માની લે છે; છતાં પરિણામે સુખથી વચિત જ રહે છે.
સંસારમાં જ્યાં સુધી જીવ કર્મોના આવરણાથી મૂકાતા નથી ત્યાં સુધી જડ વસ્તુઓના સંચાગામાં રહેવાનો અને એક પછી એક અનુકૂળ તથા પ્રતિકૂળ સચેાગામાં સુખ અને દુઃખ માનવાનો જ. અનાદિકાળના અભ્યાસ હોવાથી અનુકૂળ જઢનાવિચાગ તે નહિ જ ઈચ્છવાનો અને તેથી કરીને જડના અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ પ્રકારના સાગો આનંદ તથા સુખના માધક છે એમ તા નથી જ માનવાના. જેથી કરી જડ વસ્તુઓથી વિરક્ત તેા નથી જ થવાના નથી જ થવાના, અને વિરક્ત થયા સિવાય સાચા નિત્યસુખને સ્વાદ પણ નથી જ ચાખવાના અને સાચા સુખના અભાવથી બનાવટી સુખ માટે અનેક પ્રકારના અપરાધેા કરીને કરીને સ'સારમાં ભટકવાના.
ઉપર કહ્યા પ્રમાણે વિચાર કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. કે સુખ તથા આનંદ માટે સર્વથા જડની આવશ્યકતા નથી જ. જડ સુખનું ઉત્પાદક નથી પણ સાચા સુખનુ ખાધક છે; એવી દૃઢ શ્રદ્ધાપૂર્વક જડ વસ્તુઓથી વિરક્ત બનીને તેના ત્યાગ કરનારાઓ જ સુખ તથા આનંદ મેળવી શકે છે; કારણ કે સુખ તથા આનંદ સર્વથા જડના વિયાગને કહેવામાં આવે છે. સવથા સર્વ પ્રકારના જડથી મુક્ત થવું તે જ સુખ છે. જેમ સ કાયથી મુક્ત થવું તે વિશ્રાન્તિ, સર્વ ચિ'તાએથી મુકત થવુ તે શાંતિ, સર્વ ઇચ્છાએથી મુક્ત થવું તે સુખ અને સ પ્રકારના જડથી મુક્ત થવુ તેનું નામ આનંદ છે.