________________
સુખની શેાધમાં.
: ૩૫ :
ઈચ્છતા નથી પર`તુ જે વસ્તુનો સંયોગ હોય છે તેના વિયેાગ પણ અવશ્ય હાય છે. જેથી કરીને મળેલી વસ્તુનો વિયોગ થવાથી તેમને ઘણું જ દુઃખ થાય છે. પાછી તે વસ્તુને મેળવવાની ચિંતા રહેવાથી નિરંતર તે સુખને બદલે દુઃખ જ ભોગવ્યા કરે છે.
જડ વસ્તુઓના સંયોગથી ઉત્પન્ન થનાર સુખને જ સુખ માનનારા માનવીના જીવનનો મેાટો ભાગ દુઃખમાં જ વ્યતીત થાય છે, કારણ કે પ્રથમ તો જડાત્મક સુખ સાચું સુખ નથી પણ દુ:ખમાં સુખની ભ્રાંતિ હાવાથી બ્રાન્તિજન્ય સુખ છે, બીજી જડનો પણ સંયોગ વિયોગ થવાથી સુખના પણ સંચાગવિચેાગ–થવાનો જ. સયોગા પણ અનેક પ્રકારના થતા હેાવાથી અનુકૂળ સ’યોગા તા કવિચત જ થાય છે. નહિ ત માનવજીવનમાં પ્રતિકૂળ સંયોગો ઘણા થાય છે. ફાઈની પાસે ધન હાય છે, તેા શરીર સારું નથી હાતુ, શરીર સારું હોય તા ધન નથી હેાતું; ધન, સ્ત્રી અને શરીર સારું હાય તા પુત્રનો સ’યોગ નથી હ।તા. આ પ્રમાણે સંસારમાં માનવીએ અનુકૂળ સંયોગવાળા ઘેાડા અને પ્રતિકૂળ સંચાગવાળા ઘણા હાય છે. એક જ વખતે અનુકૂળ સંચાઞા એક એ હાય છે તેા પ્રતિકૂળ સંચાગે પાંચ પચીસ હાય છે. એટલે એક એ ખામતની અનુકૂળતા પચીસ પ્રકારની પ્રતિકૂળતાને લઇ દબાઈ જવાથી સુખ ને બદલે દુઃખ જ અનુભવાય છે.
જડાશ્રિત માનવીએ બધી વાતની પ્રતિકૂળતાને સહન કરી શકે છે, પણ ધનની પ્રતિકૂળતાને સહન કરી શકતા નથી. ફકત ધનની અનુકૂળતા મળે એટલે પોતાને પરમ સુખી માને છે. ભલે શરીર રાગગ્રસ્ત કેમ ન હેાય, અથવાતા સ્ત્રી, પુત્ર, મત્ર