________________
: ૩૪ ઃ
જ્ઞાન પ્રદીપ.
પૈસા આપી દઈને પેાતાના પૈસાથી વ્યાપાર કરે છે; તેને બીજાની પાસેથી પૈસા લેવાની જરૂર પડતી નથી. જ્યાં સુધી માણસ અશક્ત હોય છે ત્યાં સુધી જ લાકડીના ટેકાની જરૂરત રહે છે. શક્તિ આવ્યા પછી લાકડીના ટેકાની જરૂરત રહેતી નથી. તેવી જ રીતે જ્યાં સુધી આત્માને પેાતાનું સાચું સુખ મળતું નથી ત્યાં સુધી જ ક્ષણિક આનંદ માટે પારકી વસ્તુઓની જરૂરત રહે છે, પણ જ્યારે સાચા સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે તે પારકી વસ્તુઓને ચ્હાતા નથી.
સંસારમાં જડ વસ્તુઓનો ઉપભાગ કરનારા બે પ્રકારના અધ્યવસાયવાળા હોય છે. એક તે જીવનનિર્વાહ માટે જડનો ઉપભોગ કરે છે, અને બીજા મેાજશેખ માટે ઉપભોગ કરે છે. આ બંને પ્રકારના ઉપભોગ કરનારાઓમાંથી જેમનો આશય જીવનનિર્વાહના છે તેમને તે ગમવું ન ગમવું, સારું નરસું ઈત્યાદિ માનસિક વિકૃતિથી થતા ભેદભાવ હાતા નથી, જેથી કરી તેમને કાઇપણ પ્રકારની અગવડતા નડતી નથી; પરંતુ જેઓ આનંદ અને સુખના માટે જડનો ઉપભોગ કરે છે તેમને સારા નરસાનો ભેદ રહેલા હેાવાથી જ્યારે સારી વસ્તુ મળે છે ત્યારે તેમને આનંદ પ્રાપ્ત થાય છે અને નરસી વસ્તુ મળે છે ત્યારે તેઓ ઘણા જ દુ:ખી થાય છે.
જડ વસ્તુઓમાંથી આનંદને ખેાળનારાઓ હંમેશાં અસ”તેષી જ રહ્યા કરે છે, કારણ કે તેએ મનને ગમતી, આંખાને ગમતી, જીભને ગમતી, કાનને ગમતી, નાકને ગમતી એવી પેાતાને અનુકૂળ વસ્તુઓ મેળવવા માટે હમેશાં ચિંતાવાળા હાય છે. પાતાને અનુકૂળ વસ્તુઓ મળ્યા પછી તે વસ્તુના વિયોગને