________________
સુખની શેાધમાં.
: ૩૧ :
અસાધારણ ધર્માં અમુક અમુક વસ્તુએમાં જ ખાસ રહેવાવાળા હાય છે, જેમકે પ્રકાશ અસાધારણ ધર્મ છે અને તે દ્વીપકમાં રહે છે. મીઠાશ સાકરમાં જ રહે છે, ખારાશ મીઠામાં જ રહે છે, સુગંધ પુષ્પોમાં જ રહે છે, આનંદ આત્મામાં જ રહે છે. અને સાધારણ ધમ જેવા કે-રતાશ, લાલાશ આદિ વણ, કઠણ, મૃદુ આદિ સ્પર્શ વિગેરે અનેક વસ્તુઓમાં રહેવાવાળા હોય છે. અસાધારણ ધર્માં પણ અન્ય વસ્તુના સંયોગથી અનેક વસ્તુ. એમાં જણાય છે, પણ તે સંયોગ દૂર થવાથી તે ધર્મ પણ નષ્ટ થઈ જાય છે. જેમકે-પાણી શીતળ હોવા છતાં અગ્નિના સંયોગથી ઉષ્ણુ થાય છે, ઈંડુ જડ હેાવા છતાં ચૈતન્યના સંયોગથી દેહમાં જ્ઞાન તથા ચેષ્ટા વિગેરે જણાય છે, પાણી આદિ જ઼ીકી વસ્તુઓ સાકરના સયોગથી મીઠી થાય છે, પણ અગ્નિ, ચૈતન્ય તથા સાકરનો વિયોગ થવાથી તે વસ્તુઓ પાછી પોતાના અસાધારણ ખાસ ધવાળી જણાય છે. તાત્પર્ય કે અસાધારણ ધ વસ્તુને ઓળખાવનાર હાઈ વસ્તુથી નુઢ્ઢો પડી શકતા નથી. અભેદપણે તે વસ્તુમાં જ રહે છે, અને સાધારણ ધમ અનેક વસ્તુઓમાં રહેતા હેાવાથી વસ્તુને એળખાવી શકતા નથી અને બદલાતા રહે છે. કેરી કાચી હાય છે ત્યારે લીલી, કઠણ અને ખાટી હોય છે; પણ પાકે છે ત્યારે પીળી, નરમ અને મીઠી થાય છે. આત્માના ખાસ ધર્મ, જ્ઞાન, આનંદ તથા સુખ વિગેરે હાય છે તે કરૂપ જડના સંયોગથી આધિ, વ્યાધિ, જન્મ, જરા, મરણ, મૂઢતા આદિ અન્ય ધર્માંનો આભાસ આત્મામાં થાય છે, કમ નો સ થા વિયોગ થવાયી આત્માના ખાસ ધર્મા વિદ્યમાન રહે છે, અને બીજા સંયોગજન્ય ધર્મો નષ્ટ થઇ જાય છે; માટે જ આત્મામાં આધિ, વ્યાધિ કે દુ:ખ જેવી વસ્તુઓ નથી. જે જણાય છે તે કર્મજન્ય હાવાથી સુખના