________________
: ૩૦ :
જ્ઞાન પ્રદીપ. અભાવે સાચા સુખથી વંચિત રહીને દુઃખોથી છૂટી શકતા નથી.
સંયોગથી ઉત્પન્ન થવાવાળી વસ્તુ બનાવટી હોય છે, માટે જ તે વસ્તુ સાચી હોતી નથી, કારણ કે સંગનો વિયેગ થવાથી તરત જ તે વસ્તુને નાશ થઈ જાય છે. ઇંટ, ચૂને, પત્થર, લાકડાં, માટી આદિના સંગથી બનેલું મકાન આપણને આનંદ આપે છે, પણ તે મકાન પડી જઈ, ઈટ વગેરે વસ્તુઓ છૂટી પડી ગયા પછી આપણને આનંદ આપી શકતું નથી. રંગબેરંગી તાંતણુઓથી વણાઈ તૈયાર થયેલું વસ્ત્ર આપણને સુંદર લાગી આનંદ આપે છે, તે જ વસ્ત્ર ફાટી જવાથી, તાંતણાઓ છૂટા પડી ગયા પછી આનંદ આપતું નથી. આવી જ રીતે જડ તથા જડના વિકારથી બનેલી બનાવટી વસ્તુઓ આત્માને સાચું સુખ તથા સાચે આનંદ આપી શકતી નથી.
આનંદ તથા સુખ આત્માના ધર્મ છે અને તે આત્મામાં જ રહે છે. જેમ ફૂલની સુગંધ ફૂલમાં, સાકરની મીઠાશ સાકરમાં, દીવાનું અજવાળું દીવામાં રહે છે તેવી જ રીતે આત્માને આનંદ તથા સુખ આત્માને છેડીને બીજી કોઈ પણ જડ વસ્તુમાં રહેતાં નથી. સાકરને મીઠાશ માટે, ફૂલને સુગંધી માટે અને દીવાને અજવાળા માટે બીજી વસ્તુઓની જરૂરત નથી તેવી જ રીતે આત્માને સુખ માટે આત્માથી ભિન્ન અન્ય વસ્તુની જરૂરત નથી, કારણ કે મીઠાશ, સુગંધી, પ્રકાશ અને આનંદ માટે જે વસ્તુઓને ઉપયોગ કરીએ તે વસ્તુઓ સાકર, ફૂલ, દવે અને આત્મા જ હોય છે.
સંસારમાં રહેલા પદાર્થોમાં બે પ્રકારના ધર્મો હોય છે. એક તે સાધારણ ધર્મ અને બીજો અસાધારણ ધર્મ. સાધારણ ધર્મો ભિન્ન ભિન્ન વસ્તુઓમાં એક રૂપે રહેવાવાળા હોય છે અને