________________
સુખની શોધમાં સુખ નથી, અને તેથી કરીને પરિણામે તે દુઃખના રૂપમાં બદલાઈ જાય છે અર્થાત્ પિતાના મૂળ સ્વરૂપમાં પ્રગટી નીકળે છે. બે જડ વસ્તુઓના સંગનું નામ સુખ નથી, પણ આત્મા અને આત્માની સાથે મળેલા જડના વિયેગનું નામ સુખ છે. સુખ અને આત્મવિકાસ નામાંતર છે પણ અર્થાતર નથી; તેવી જ રીતે દુઃખ અને આત્મવિનાશ પણ નામાંતર જ છે.
કેઈને પેટમાં મળ ભરાઈ રહેવાથી દરદ થતું હોય, અને વૈદ્ય પેટ ઉપર દવા ચેપડે કે તરત જ તે દવાની અસરથી પેટમાં દુઃખતું બંધ થઈ જાય છે, પણ તે દવાના પરમાણુઓ નષ્ટ થયા પછી દવાને અંગે મટી ગયેલ દરદ પાછું હતું તેવું થઈ જાય છે-ક્ષણિક જ આરામ રહે છે અને દવા ન પડતાં જુલાબ આપી મળશુદ્ધિ કરવામાં આવે તો સર્વથા દરદને નાશ થઈ જાય છે. મળના અભાવે લેશ માત્ર પણ દરદ રહેતું નથી, તેમજ પાછું થતું નથી. તેવી જ રીતે કમરૂપ મળને લઈને પીડાતા પ્રાણિને સુખના માટે–પીડા દૂર કરવા જડ વસ્તુઓના સંયોગરૂપ ઉપચાર કરવામાં આવે છે તે જડને
જ્યાં સુધી સંગ રહે છે ત્યાં સુધી પ્રાણિ સુખ વેદે છે; પણ જડને સંગ દૂર થવાથી પાછા હતા તેવા દુઃખી થઈ જાય છે. જે જ્ઞાની વિદ્ય મળશુદ્ધિ સદશ ત્યાગ વૈરાગ્યને જુલાબ આપી કર્મમળની શુદ્ધિ કરે તે પછી નિત્યસુખની પ્રાપ્તિ થાય છે. ફરીને આધિવ્યાધિનું દુ:ખ ઉત્પન્ન થતું નથી. સુખી થવા માટે અનાદિ કાળથી વિવિધ પ્રકારના જડના વિકારેના સંગરૂપ ઉપચાર કરતા આવ્યા છે, છતાં કર્મમળના સટ્ટભાવથી જન્મ, જરા તથા મરણ આદિના દુઃખો ભેગવી રહ્યા છે. જડાત્મક ક્ષણિક સુખમાં સંતોષ માનનારાઓ મુક્તિના