________________
: ૨૮ :
જ્ઞાન પ્રદીપ.
બદલાઈ જાય, અજ્ઞાનીએ તેને માટે તલસતા રહે છે.
ક્ષણિક આનંદ તથા ક્ષણિક સુખ જડ વસ્તુઓના ઇન્દ્રિયા સાથે સંચાગ થવાથી ઉત્પન્ન થાય છે, અને તે જડ વસ્તુઓના વિયેાગથી નષ્ટ થાય છે, જડના સચૈાગ બન્યા રહે અથવા તે નષ્ટ થાય તેા પણ એક વખત થયેલા સચૈાગ સ્મરણથી પણ જીવને ક્ષણિક આનંદ તથા સુખ મળે છે. જડ સંચાગના પ્રથમ ક્ષણમાં જે આનંદ અને સુખ જીવા ભગવે છે, તે અનન્તર ક્ષણેામાં ઘણું જ ઓછું આછું થતુ જાય છે, અને તે છેવટે દુ:ખના રૂપમાં બદલાઈ જાય છે; અર્થાત્ જે જડ સંચાગ આનંદ તથા સુખ આપનાર હેાય છે તે જ સંચાગ નિરાન દ્વૈતા તથા દુ:ખ આપનારા થઈ જાય છે, જેથી કરીને જીવા તેવા સંચાગના વિયેાગ ઈચ્છા કરે છે.
અનુકૂળ જડ વસ્તુઓના સંચાગ થતાં વેંત જ તત્કાળ ક્ષણિક સુખ તથા આનંદ પ્રાપ્ત થાય છે. પણ સાચું સુખ તે જીવ ઉપર રહેલા આવરણેાના ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. સાચા સુખને ન એળખી મિથ્યા સુખને જ સુખ માનનારા અજ્ઞાની જીવા અનુકૂળ જડ સાગ માટે જ નિરંતર :પ્રયત્ન કર્યે જાય છે. પરંતુ અજ્ઞાનતાથી આવરણાના ક્ષય માટે લેશ માત્ર પશુ પ્રયત્ન કરતા નથી, જેથી કરી તેમની સુખની ઇચ્છા પણ થતી નથી.
આત્મા ઉપર જ્યાં સુધી આવરણો વિદ્યમાન છે ત્યાં સુધી લેશ માત્ર પણ સુખ જીવાને મળી શકતું નથી; કારણ કે સુખ આત્માનો સ્વભાવ છે, આત્માનુ સ્વરૂપ છે. આવરણોના વિદ્યમાનપણામાં અનુકૂળ જડના સંચાગથી જીવા જે સુખ માને છે તે દુઃખમાં સુખની ભ્રાન્તિ છે–ભ્રાન્તિજન્ય સુખ છે, વાસ્તવિક