________________
સુખની શોધમાં.
: ૨૭ :
-.
તેને મેળવવા પ્રયત્ન કરવામાં આવે તે અંતે પશ્ચાત્તાપપૂર્વક નિરાશ ન થવું પડે
સંસારમાં પ્રાણી માત્ર આનંદ તથા સુખના અભિલાષી છે; અને તે આનંદ તથા સુખ મેળવવા નિરંતર પ્રયત્નવાળા થઈને આખું ય માનવ જીવન તેના માટે વ્યતીત કરે છે; છતાં માનવી
ને મેટો ભાગ આનંદ તથા સુખના માટે હતાશ થયેલ દૃષ્ટિગોચર થાય છે, તેનું કારણ તપાસીએ છીએ તે સ્પષ્ટ જણાઈ આવે છે કે, આનંદને ઈચ્છનારા મનુષ્ય અજ્ઞાની જીવોની સુખના માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓને અનુસરવાવાળા હોય છે, જેથી કરીને છેવટે તેમને આનંદ-સુખના માટે નિરાશા ભેગવવી પડે છે.
જીને અનાદિ કાળને અભ્યાસ તથા જન્માંતરના સંસ્કારેને લઈને સાચું સુખ તથા આનંદને પ્રાપ્ત કરવા અન્યને પ્રાપ્ત કરાવનાર મહાપુરુષોનો માર્ગ તથા વચને તેને રુચતાં નથી, અને મિથ્યા આનંદ તથા સુખના પ્રવાહમાં તણાતા અજ્ઞાની એની સાથે પોતે પણ તણાય છે, ને છેવટે આપત્તિવિપત્તિના સમુદ્રમાં ગોથાં ખાધા કરે છે. સાચા સુખને માગ પૂર્વે કઈ પણ જન્મમાં જોયેલું ન હોવાથી તેમને સુખના માટે ભય તથા સંશય રહે છે. સુખ મળશે કે કેમ ? દેખીતું તે દુઃખ જણાય છે, ઈત્યાદિ વિકલ્પ થયા કરે છે.
જે વસ્તુ તરત જ અસર કરવાવાળી હોય, તત્કાળ ફળ આપવાવાળી હેય-ચાહે પછી તે ક્ષણિક-અસ્થિર કે અસાર કેમ ન હોય તે અજ્ઞાની જીવને બહુ જ ગમે છે. દેખાવમાં ચિત્તાકર્ષક, ઉપભેગમાં આનંદ આપનારી કે ગુણ કરનારી હેવી જોઈએ. ઘડી પછી ભલે તેના રૂપ, રંગ કે ગુણ કેમ ન.