________________
[; :
જ્ઞાન પ્રદીપ.
inimum
^
^^^^
^
અભિલાષીઓએ કર્મનો નાશ કરવા, કર્મને આત્મામાંથી છૂટા પાડવા પ્રયત્ન કરે જોઈએ પણ અન્ય જડનો સંયોગ ન ઈચ્છા જોઈએ. જડના સંયોગથી કદાપિ સુખ મળી શકતું નથી. અગ્નિના સંયોગથી ઉનાં થએલા પાણીને શીતળ કરવાને અગ્નિ તથા અગ્નિ જેવા ઉષ્ણ પદાર્થોની આવશ્યકતા નથી પણ ઉષ્ણ પદાર્થોને વિયોગની જરૂરત છે, કાદવથી ખરડાએલા વસ્ત્રને ઉજળું કરવા કાદવની જરૂરત નથી પણ જે વસ્તુથી કાદવ દૂર થાય તેવી વસ્તુની જરૂરત છે. જે અગ્નિથી પાણી શીતળ થાય, કાદવથી વસ્ત્ર ઉજળું થાય તે જ જડ તથા જડના વિકારથી આત્માને સુખ મળી શકે.
એક માણસ વગડામાં જમ્યો હોય, અને વગડે છેડીને બીજે કયાંય પણ ગયો ન હય, જન્મથી જ કોઠા, બલાં આદિ તુછ ફળ ખાઈને આનંદ માનતે હોય તેવા માણસને શહેરમાં લાવીને સારામાં સારૂ મિષ્ટાન્ન જમાડીએ તે તેને તે મિષ્ટાન્ન ભાવશે નહીં, તેને મિષ્ટાન્ન ખાવાને રુચિ પણ નહિ થાય તે પછી તેને આનંદ તથા સુખતે ક્યાંથી જ મળે? તેને તે કેઠા તથા બલાં જ ખાવાનું મન થયા કરશે, તેવી જ રીતે જે જીએ અનાદિકાળથી જડ વસ્તુઓના સંગજન્ય ક્ષણિક સુખને જ સ્વાદ ચાખે છે તેને જડ વસ્તુના સર્વત્યાગથી ઉત્પન્ન થતા સાચા સુખ પ્રત્યે રુચિ નહિં જ થાય. તેને સાચું સુખ ગમશે જ નહિ; ક્ષણિક મિથ્યા સુખની જ અભિલાષા થયા કરશે.
ભેગજન્ય સુખ અને ત્યાગજન્ય સુખ, આ બંને પ્રકારના સુખમાં ઘણું જ અંતર રહેલું છે. ત્યાગજન્ય સુખ, ઉત્તમ પ્રકારનું અને ચિરસ્થાયી છે ત્યારે ભેગજન્ય સુખ કનિષ્ઠ અને ક્ષણિક છે. જેણે ત્યાગજન્ય સાચા સુખને સ્વાદ