________________
આપણું અપૂર્વ સાહસ,
ઃ ૨૩ :
છે તેને ઉપયોગ કલ્પિત, બનાવટી અને દેહવિલયની સાથે સાથે જ નષ્ટ થનારાં નામોને ચિરસ્થાયી અથવા તે યુગાન્ત સુધી રાખવાને માટે જ મોટે ભાગે કરવામાં આવે છે.
કલ્પના શિલ્પીએ દેહ ઉપર કોતરેલાં નામોને ચિરસ્થાયી બનાવવા પથરાઓ ઉપર કેતરાવી ધર્મસ્થળ અથવા તે સામાન્ય મકાનની દીવાલમાં ચોંટાડીને અમર નામ રાખવાનું સાહસ કરાય છે, પણ તે પથરાઓ કાળાંતરે નષ્ટ થતાંની સાથે જ નામ પણ નાશ પામી જાય છે, અને આ હેતુથી વાપરેલી પિતાની ઈષ્ટ વસ્તુઓ નિષ્ફળ થાય છે. નાશવાન દેહને ઓળખવા માટે રાખવામાં આવેલાં નામને વર્તમાન પધ્ધતિથી આજ સુધીમાં કઈ પણ અવિનાશી બનાવી શક્યું નથી.
ગુણશન્ય કેવળ નામ માત્રના ઉપચારથી કઈ પણ વસ્તુ મહત્ત્વતા મેળવી શકતી નથી, છતાં વર્તમાન કાળમાં પ્રચારની પદ્ધતિને અનુસરીને મહાન બનવાનું સાહસ ઓછું ખેડાતું નથી. વિપિન, અરુણ, શરચંદ્ર, લક્ષમીપતિ, જગપૂજ્ય, સર્વતંત્રસ્વતંત્ર વિગેરે વિગેરે નામેપચાર દ્વારા ગુણ પ્રાપ્ત કરીને કે પણ મહાન બની શક્યું નથી, છતાં નામે પચારથી જ મહાન બનવાની પ્રવૃત્તિની પ્રતિદિન પ્રગતિ જોવામાં આવે છે, તે કાંઈ ઓછું સાહસ કહેવાય ? કેવળ નામ માત્ર ધારણ કરીને પરમેષ્ઠી પદ મેળવવા પ્રયત્ન કરે તે પણ સાહસની પરાકાષ્ઠા જ કહી શકાય.
મહોત્પાદક નિમિત્તાથી વેગળા રહીને તો ઘણાઓએ મહિને આ છે; પણ મેહના ઘરમાં રહીને મેહને જીતવા પ્રયત્ન કરવો તે સર્વ સાહસોમાં પ્રધાન સાહસ જ ગણાય. સુંદર સુંદર વસ્ત્રો તથા આભૂષણેમાં સજજ થયેલી નવયૌવનવાળી સ્ત્રીઓના સહવાસમાં રહેવું, વાસમાં રહેવું અથવા તે વધુ પરિચયમાં