________________
જ્ઞાન પ્રદીપ.
નથી, અને એટલા જ માટે જેની પાસે ધન ન હોય તે હમેશાં ગરીબ જ રહે અને જેની પાસે ધન હોય તે ધનવાન જ રહે.
દેહ-જીવના સંગરૂપ જીવન અસ્થિર છે, વિયેગી સ્વભાવવાળું છે, છતાં અસ્થિર સ્વભાવવાળા સંગોને સ્થિર સ્વભાવવાળા બનાવવાને માટે માનવીઓ વધારે કાળજી અને પ્રયત્નવાળા હોય છે. અનેક જીના દેહ-સંગરૂપી જીવનને વિનાશ કરે છે, અર્થાત્ પરના દેહ-જીવના સંગને વિગ પિતાના દેહ-જીવના સંગને સ્થિર બનાવવા વાપરે છે, પણ તે વિયેગ, સંગને સ્થિર બનાવી શકતું નથી.
અસાર સંસારને સાર બનાવવા વલખાં મારનારાઓ છેવટે નિરાશ થઈને જ વિદાય થયા છે. બાગ, બંગલા, વસ્ત્ર, ઘરેણાં, નાટક, સિનેમા, મટર, અનેક પ્રકારનાં મનગમતાં ભેજને, અનેક પ્રકારનાં વિષયતૃતિનાં સાધનો અને વખતોવખત બદલાતાં મેહના ઉદ્દીપક વેશ, ભાષા, તથા આકૃતિ-પ્રકૃતિની વિલક્ષણતા વિગેરે વિગેરે વસ્તુઓ અને ભાવે દ્વારા સંસારને સાર બનાવવા બુદ્ધિ તથા જીવન ખરચીને અથાગ પરિશ્રમ કરવા છતાં પણ આજ સુધીમાં કેઈએ પણ સફળતા મેળવી નથી.
જમ્યા પછી માતાપિતાએ ઓળખાણની ખાતર રાખેલાં બનાવટી નામને શાશ્વતાં બનાવવા–અમર રાખવા માટે પણ કાંઈએ છે પ્રયાસ સેવવામાં આવતું નથી. સમજુ કે અણસમજુ, ત્યાગી કે ભેગી, પ્રાયઃ આખો ય માનવસમાજ નામના–પ્રસિદ્ધિની ખાતર તનતોડ પ્રયત્ન કરી રહ્યો છે. ધનવાળા ધન, જીવનવાળા જીવન, સંયમવાળા સંયમ, ચારિત્રવાળા ચારિત્ર, જ્ઞાનવાળા જ્ઞાન, બેધવાળા બેધ, અને બુદ્ધિવાળા બુદ્ધિ, તાત્પર્ય કે પ્રાચ્ય પદયથી જેને જે કાંઈ બક્ષીસ મળી