________________
આપણું અપૂર્વ સાહસ.
વિલેપન કરે છે, મુખની દુર્ગંધ દૂર કરવાને એલચી આદિ સુગંધી વસ્તુઓ ખાય છે; છતાં સફળતા મેળવી શક્યા નથી. વિષ્ટાથી ભરેલી કપડાની કોથળીને પવિત્ર અને સુગંધમય બનાવવા વારંવાર પાણીથી ધનાર અને સુગંધી વસ્તુઓનું વિલેપન કરનાર કેવી રીતે સફળતા મેળવી શકે ?
યૌવન, ધન અને જીવનને સ્થિર રાખવાને માટે મનુષ્ય કાંઈ ઓછું સાહસ કરતા નથી. દેહમાં હમેશાં જુવાની દેખાય, અર્થાત્ બાલ ધોળા ન થાય, ચામડીમાં કરચલીયો ન પડે, માંસ સુકાઈ જઈને હાડકાં ઉપર ન આવે એટલા માટે અનેક પ્રકારના ઔષધોને ઉપચાર કરે છે, અપૂર્ણ પૂન્યવાળા અનેક જીને નાશ કરે છે અને અનેક પ્રકારના રસાયણિક પ્રયોગ કરે છે; પણ જે વસ્તુ સ્વભાવથી જ અસ્થિર છે તે સ્થિર કેવી રીતે રહી શકે? યુવાવસ્થા ટકાવી રાખવા ધન તથા જીવન ખરચીને ચોવીસે કલાક કરેલી દેહની સેવા પરિણામે ફળવાળી થતી નથી. જે યુવાવસ્થા બાલ્યાવસ્થાની અસ્થિરતાજન્ય છે તે સ્થિર સ્વભાવવાળી ન જ હોઈ શકે. જેનું કારણ અસ્થિર છે તેનું કાર્ય સ્થિર ન જ થઈ શકે, અને જે સ્થિર થાય તે યુવાવસ્થા કદી આવે જ નહિં.
ધનને સ્થિર રાખવા સેઢાની તીજોરિ બનાવી, તેમાં મૂકીને તાળાં વાસે છે, જમીન ખેદીને તેમાં દાટે છે, ધન લઈ જવાને, નાશ કરવાને કે સ્વામી બનવાને જેના ઉપર વહેમ જાય છે તેને નાશ કરવાનો પ્રયત્ન કરે છે, તે પણ ધન ટકતું નથી અને જે ધન ટકે તે ધનવાન બની જ ન શકે, અર્થાત્ ધનવાન કંગાળ ન થાય, અને કંગાળ કદાપિ ધનવાન ન થાય; કારણ કે સ્થિર સ્વભાવવાળી વસ્તુ રૂપાંતર કે સ્થળાંતર કરી શકતી