________________
મહાવીર નિર્વાણ. : ૧૯ : કારણ બન્યું. જે નિર્વાણ સુખદ અને હર્ષને હેતુ ન હોયને કેવળ શોકનું જ કારણ હોત તો શ્રી ગૌતમ પ્રભુને શેકના અંતે પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનું કારણ ન બનત.
જેમ દીપકના પાત્રમાંથી તેલ અને બત્તી બંને સર્વથા બળી જાય છે ત્યારે દીપક સર્વથા બુઝાઈ જાય છે, નિર્વાણ પામી જાય છે તેમ કામણ તૈજસ શરીરરૂપે તેલ અને આયુષ્ય કર્મના ઉદયરૂપ બત્તી સર્વથા બળી જવાથી એ શાસનનાયક પરમકૃપાળુ શ્રી મહાવીર પ્રભુ સંસારમાં ફરીને ન અવતરવારૂપ નિર્વાણ પામ્યા. જેઓ, એ પરમેચ્ચ આત્માના અલોકિક પરમપૂજ્ય દિવ્ય દેહના દર્શન કરીને પરમશાંતિનું પાત્ર બન્યા નથી અને એ વિકાસનાં વિકારનાશક વચનોમાંથી એક પણ વચન શ્રીમુખે સાંભળવારૂપ સદ્ભાગ્યને ભેટ્યા, નથી તેવા આ વર્તમાન કાળના ભવવાસિયો માટે તે પ્રભુ નિર્વાણનો દિવસ કેવળ શોકપ્રદ જ ગણાય અને એ હેતુથી શાસૂચક પ્રવૃત્તિ આદરી નિર્વાણદિન પાળ જોઈએ.