________________
^^^^^^
મહાવીર નિર્વાણુ.
: ૧૭ :
~~~~~~~ ઓળખાય છે, માટે પ્રભુ શ્રી મહાવીર દેવગત થયા, મરણ પામ્યા કે ચવ્યા એમ ન કહી શકાય; પણ નિર્વાણ પામ્યા કહી શકાય.
પ્રભુના પાંચ કલ્યાણકમાંથી નિર્વાણ, અંતિમ કલ્યાણક કહેવાય છે. કલ્યાણક એટલે સુખદ સમય. પ્રભુના ચ્યવન, જન્મદીક્ષા અને કેવળ આ ચાર કલ્યાણકે તે વિશ્વભરના ભવ્ય જીવને સુખદ નિવડયાં પણ અંતિમ નિર્વાણ કલ્યાણ પ્રભુના ઉપર ઉત્કટ રાગ રાખનાર પરમ ભક્તોને માટે દુઃખદ નિવડ્યું. પ્રભુના નિર્વાણ પામવાથી દેવેન્દ્ર-નરેંદ્ર આદિ ભવ્ય પ્રાણીવર્ગ શેકસાગરમાં ડૂબી ગયો. પ્રભુના જ્યેષ્ઠ અંતેવાસી શ્રી ઈદ્રભૂતિ અણગારે પ્રભુનો વિયોગ થવાથી પ્રભુ ઉપરના રાગના આવેશથી અતિશય વિલાપ કર્યોઃ “હે પ્રભો ! આપ જીવિત દિવ્યરમિના અસ્ત થવાથી ભારતવર્ષમાં સર્વત્ર સ્થળે અજ્ઞાનતમ છવાઈ ગયું. હવે તીર્થાન્તરીય ઘુકેની ગર્જનાથી ભારતવર્ષ ગુંજી ઉઠશે, ઉત્પાત અને ઉપદ્રથી ભારતવર્ષ સીદાસે વિગેરે વિગેરે.
પિતાને આત્મવિકાસ સાધવા અદ્વિતીય સહાયકના વિચાગથી અથવા તો નિરવધિ પ્રભુ પ્રત્યે પ્રશસ્ત રાગ હોવાથી ભવવાસિયોને પ્રભુના નિર્વાણનો પ્રસંગ ભલે દુઃખદાયી નિવડ્યો હોય, પરંતુ તાત્વિક દૃષ્ટિથી વિચાર કરીએ તે પ્રભુના પાંચે કલ્યાણક જીવમાત્રને સુખકારી જ છે. દીક્ષા, કેવળ અને નિર્વાણના સાધનભૂત શરીરમાં અવધિજ્ઞાન અને તીર્થંકરનામકર્મ સહિત અવતર્યા માટે દેવગતિમાંથી વ્યવન કલ્યાણક કહેવાયું. બાકીના દેવેનું ચ્યવન–વીને મનુષ્ય દેહમાં અવતરી અનેક દેહ ધારણ કરવાના છે અથવા તે તે જ દેહમાં મુક્તિ મેળવી ચરમશરીરી થવાના હો કે તીર્થેશના દેહમાં ઉત્પન્ન