________________
જ્ઞાન પ્રદીપ.
થવાનો હત-સંસારમાંથી છેલ્લી વિદાય લેવાની હતી. એ હેતુથી અનંતા કાળથી અનંતા ભવવાસિયોની સાથે અનેક પ્રકારના શરીરમાં, અનેક પ્રકારના સંબંધોમાં રહીને અનેક પ્રકારની અણજાણ દશાઓમાં કરેલા અનેક પ્રકારના અપરાધોની ક્ષમા માગી, અને અન્ય જીવથી થયેલા અપરાધની ક્ષમા આપી, જેઓની ઈચ્છા વૈરનો બદલે ક્ષમાથી નહીં પણ વૈરથી લેવાની હતી તેના કરેલા અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગોનો પ્રતિકાર કરવાને સમર્થ હોવા છતાં પણ અદીનપણે ખુશી થઈને સહન કર્યા અને તેઓના ત્રણથી મુક્ત થયા. - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પુગલપરાવર્તનોની અવધિ સમાપ્ત થઈ ગઈ હતી. પૌગલિક સંબંધથી સર્વથા મુક્તિ મેળવવાની હતી; સંસારવાસિયોથી સદા સર્વદાને માટે વિયોગી થવાના હતા અને સંપૂર્ણ આવરણથી અલગ થઈને અનંત જ્ઞાન, દર્શન, જીવન અને સુખ આદિ નિજ સ્વરૂપના પરિપૂર્ણ વિકાસી થઈ ચૂક્યા હતા તે સમયે ચરમ શરીરથી છૂટા થયા, કર્મ અને સંસારના અનાદિ સંભોગથી મુક્તિ મેળવી નિર્વાણ પામ્યા.
સંસારની ચાર ગતિમાં વસવાવાળા ક્રિય તથા ઔદારિક દેહધારીઓનો દેહવિભોગ ચ્યવન તથા મરણના સંકેતથી ઓળખાય છે. વૈકિય શરીરવાળાના દેહવિયોગને ચ્યવન અને ઔદારિક શરીર વાળાના દેહવિયોગને મરણ પ્રાયઃ કહેવામાં આવે છે. આ અવન અને મરણ ફરીને દેહધારી થવાવાળા સંસારવાસી જીના દેહવિયોગને આશ્રયીને જ કહેવાય છે. બાકી તે તીર્થંકરનામકર્મ નિકાચન કરીને કેવળી થયેલા તથા સામાન્ય કેવળી થયેલા ચરમશરીરીઓનો દેહવિયોગ અંતિમ હોવાથી નિર્વાણના સંકેતથી