________________
મહાવીર નિર્વાણ. : ૧૫ ઃ, અવિશ્વાસી દેવેંદ્રની સભાનો એક સભ્ય દેવ આ આત્મિક શક્તિના વિકાસની પરીક્ષા કરે છે, પણ છેવટે પિતાના અવિશ્વાસને દૂર કરીને એ નમી પડે છે ત્યારે દેવેંદ્ર ખુશી થઈને શ્રમણ ભગવાન મહાવીરના નામથી સંબોધે છે ત્યારથી એ વર્ધમાન પ્રભુને સમગ્ર સંસાર મહાવીરના નામથી ઓળખે છે અને એ જ નામ આત્મવિકાસ માટે વાપરે છે.
એ પરમ કૃપાળુ દ્રવ્ય અને ભાવદયાના સાગર વિશ્વના દ્રિવ્ય દારિદ્ર-દાવાનળને વાર્ષિક દાનની વૃષ્ટિથી ઓલવી નાંખે છે, અને પછી ભવવાસિયોનું ભાવ દારિદ્રય ભેદવાને બાર વર્ષ સુધી મૌન રહીને દેવેંદ્ર સંબંધેલા ગુણનિષ્પન્ન મહાવીરના નામને ચરિતાર્થ કરે છે. અનાદિ અનંત સંસારનો સમ્રાટ્ર, અનંત આત્માઓની ભાવવિભૂતિ લૂંટી લઈને તેમને પિતાની આણુમાં -વર્તાવનાર, મહામેહની અનેક પ્રકારની કનડગત હોવા છતાં મહાવીરતાથી અંતે તેનો પરાજય કરી, પિતાની ભાવવિભુતિ પાછી મેળવીને સ્વતંત્રપણે સ્વસંપત્તિ તરીકે અનેક ભવ્યાત્માએને વિતરણ કરે છે. ભાવશત્રુને હંફાવી પિતાની ભાવવિભુતિ પાછી મેળવવા, અને પિતાના અનુભવને આગળ કરીને ભવ્યાત્માઓને જાગૃત કરી સ્વતંત્ર બનાવવા અથકપણે બંધ કરે છે.
એ વિકાસી આત્માનો અંતિમ પ્રવાસ હતું, અંતિમ ધર્મતીર્થ સ્થાપવાનું હતું અને અંતિમ શરીર હતું. એ મહાવીર નામના દેહમાં, એ આત્માએ પરમેચ્ચે દશા પ્રાપ્ત કરી, નિરા-વરણ બનીને શુદ્ધ સ્વરૂપ મેળવ્યું. સર્વ શુદ્ધ આત્માના સંયોગથી એ શરીર દેવેંદ્રોને પણ પરમપૂજ્ય બન્યું.
એ દિવ્યરમિ–સંસારમાં ફરીને અનુદય થવાપણે–અસ્ત