________________
": ૩૮૨
જ્ઞાન પ્રદીપ, જતે હોય તે જ નિગુણિને ગુણ કહેવા માત્રથી ગુણવાન બની શકે છે. આ - ૧૩૬. જે દુઃખીને જોઈને દુઃખી થતું નથી તે દુખેથી છૂટી શકતું નથી.
૧૩૭. સહુ કેઈ સુખને ચહાય છે એવી દઢ શ્રદ્ધાવાળો અપરાધી બની શકતું નથી.
૧૩૮. સંસારના સઘળા જીવો અપરાધના અતિથિ બન્યા છે, માટે જ અપરાધનું સ્વાગત કરવા સહુ કેઈ તૈયાર રહે છે.
૧૩૯ તમે જરૂરિયાતેમાંથી પણ કરકસર કરીને પાંચ પૈસાને બચાવ કર્યો હોય તે પિતાની ક્ષુદ્ર વાસનાઓમાં ન વાપરતાં અપંગ તથા અનાથ ગરીબ બાળ, સ્ત્રી અને વૃદ્ધની સેવામાં વાપરશો.
૧૪૦. જે માણસને જે વસ્તુની પ્રતિજ્ઞા હોય તે વસ્તુ ખાસ કારણે સિવાય તેને જાણીને આપવામાં આવે, તે આપનાર વિષપાન કરાવનાર કરતાં વધારે અપરાધી છે.
૧૪૧. સેવાને બહાને અપરાધી બનવું એગ્ય નથી. ધોવાની | ઈચ્છાથી કાદવમાં પગ ખરડવા કરતાં ન ખરડવા જ ઠીક છે.
૧૪૨. ચોરી કરી કે બીજાના પ્રાણહરણ કરીને સેવાની ભાવના રાખવી, મહાન અપરાધી બનવા જેવું છે.
૧૪૩. તમે પ્રભુની દૃષ્ટિમાં નિરંતર રહે છે, પણ તમે પિતાની દષ્ટિમાં પ્રભુને જ્યારે રાખશો?
૧૪૪. સર્વ જગત સમાય તેવી વિશાળ દષ્ટિ થયા સિવાય પ્રભુને મળી શકાતું નથી.