________________
: ૧૨ :
જ્ઞાન પ્રદીપ.
અને કામને વેગ વધવાથી બુદ્ધિને નાશ થાય છે. કામથી મેહિત થયેલ બુદ્ધિહીન પુરુષ મનમાન્યું વિપરીત આચરણ કરીને પિતાના આલેક અને પરલેક સંબંધી સર્વ સુખનો નાશ કરીને આત્માનું અત્યંત અશ્રેય સાધે છે,
સ્ત્રીનું સેવન કરવાથી બળ, વીર્ય, બુદ્ધિ, તેજ, ઉત્સાહ, સ્મૃતિ અને અન્ય સગુણોને નાશ થાય છે. અને શરીરમાં અનેક પ્રકારના રેગોની વૃધ્ધિ થઈને મનુષ્ય મૃત્યુ પાસે પહોંચી જાય છે. આ લોકના સુખ, કીતિ અને ધર્મને ઈનાંખીને માઠી ગતિમાં ચાલ્યા જાય છે એ જ આત્માનું અધઃપતન છે. એટલા જ માટે સાધુપુરુષે કંચન અને કામિનીને મનવૃત્તિમાંથી અને બહારથી સર્વથા ત્યાગ કરે છે. વાસ્તવિકમાં તે મને વૃત્તિમાંથી ત્યાગ થવે તેનું જ નામ ત્યાગ છે. અને આ વૃત્તિત્યાગ તે મમતા, અભિમાન અને આસક્તિથી રહિત થયેલો મનુષ્ય જ કરી શકે છે, ( માન, મેટાઈ અને પ્રતિષ્ઠાની જાળમાં તે સંસાર છોડીને આત્મશ્રેય કરવાવાળા પુરુષો પણ ફસાઈ જાય છે. મેટા બનવાની અને જગતમાં પ્રસિધ્ધ થવાની ઈચ્છા તે આત્મસાધન કરનાઓને પણ છોડતી નથી. માન, મેટાઈ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે ત્યારે તે તેમને ઘણું જ અમૃત જેવું મીઠું લાગે છે પણ પરિણામે તે જ માનસત્કાર તેમનું વિષથી પણ વધારે અનિષ્ટ કરવાવાળા થાય છે, કારણ કે વિષ તે કેવળદેહને જ નાશ કરે છે, અને માન-મેટાઈ તેમના આત્માને સર્વનાશ કરે છે. અજ્ઞાનતાથી કરવામાં આવતી માન-મેટાઈની સ્પૃહા સારા સારા માણસેના ચિત્તને પણ હલાવી નાખે છે, માટે