________________
માનવ જીવનની મહતા.
: ૧૧ :
કમાય છે, અને ધન કમાયા પછી ધનને હંમેશા કાયમ રાખવા ઘણું જ કલેશ અને પરિશ્રમ કરે છે. આવા ધનાસક્ત માણસને પુન્યમાગે ધન વાપરતાં ઘણું જ દુઃખ થાય છે.. છેવટે મરતી વખતે બધું ય છોડીને જવું પડે છે ત્યારે તે મરણથી પણ વધારે કષ્ટ અનિચ્છાએ ધન છેડતાં થાય છે. આવા ધનના આસક્ત થયેલાને સદ્ગતિ મળી શકતી નથી.
જેવી રીતે ધન કમાવાની તૃષ્ણા ધમહીન બનાવી આત્માને અધઃપાત કરવાવાળી છે તેવી જ રીતે સ્ત્રીસંગની ઈચ્છા પણ તેનાથી વધારે આત્માને અધઃપાત અને અકલ્યાણ કરવાવાળી છે, તે પછી પર સ્ત્રીગમનનું તે કહેવું જ શું ? પર સ્ત્રીગમન અત્યન્ત નિંદનીય અને આત્માને મલિન બનાવી ઘેર નરકમાં લઈ જનારું છે.
સ્વદારા સંતેષી સંસારી માણસ આસકિત રહિત થઈને જે. સ્વસ્ત્રીનું સેવન કરે તો તે કાંઈક સ્વય સાધી શકે ખરો, પણ અત્યંત આસકિતવાળા ગૃહસ્થ સ્વદારસંતોષી હોવા છતાં સ્વશ્રેય સાધી શકતો નથી. આ કાર્ય—મન, વચન અને કાયાથી વિષયત્યાગી બનવું ઘણું જ કઠણ છે, કારણ કે કેવળ આત્મશ્રેય કરવા સઘળું ય છોડી દઈને વિરકત બનેલા ત્યાગી પુરુષને મનને પણ ઇંદ્રિયો બળાત્કારે વિષયો તરફ ઘસડી જાય છે, તો પછી સંસારમાં રહેલા વિષયાસક્ત પામર પ્રાણીનું તો કહેવું જ શું?"
જેમ મૂખ રોગી જીભના સ્વાદને વશ થઈને કુપચ્ચ કરી મરી જાય છે, તેવી જ રીતે કામી પુરુષ અત્યંત વિષયાસક્ત થઈને સ્ત્રીનું અમર્યાદિત સેવન કરીને પોતાને નાશ કરી નાંખે છે. વિલાસની બુદ્ધિથી સ્ત્રીનું સેવન કરવાથી કામની તીવ્રતા થાય છે,