________________
માનવ જીવનની મહત્ત્વતા.
: ૧૩ :
કંચન–કામિની, માન-મેાટાઇના મેહમાં ફસાઈ જઇને પેાતાના અમૂલ્ય માનવ જીવનને ન ગુમાવી આત્મશ્રેય કરવુ જોઇએ.
મનુષ્ય જીવનના પ્રત્યેક શ્વાસેાચ્છવાસ ઘણા જ કિંમતી છે. તેની પ્રશ'સા જ થઈ શકતી નથી, કારણ કે પૂર્વજન્મના પ્રમલ પુણ્યથી જ આ દેશ, ઉત્તમ જાતિ, ઉચ્ચ કુળ આદિ સામગ્રી મળી છે જેના સદુપયેાગ કરી માનવી પેાતાનું શ્રેય સાધી શકે છે. ચક્રવર્તીની સ’પત્તિ આપવા છતાં પણ માનવ જીવન એક ક્ષણ પણ પ્રાપ્ત થઈ શકતુ નથી માટે ધનની તૃષ્ણામાં અને જડાત્મક સુખમાં જે પેાતાના અમૂલ્ય સમયને ખાઈ નાંખે છે તેમને અ ંતે અવશ્ય પશ્ચાત્તાપ કરવા પડે છે.
માનવીએએ મેહરૂપી મદિરાને નિશા કરેલા હેાવાથી ઉત્તમ-મહાપુરુષા વારવાર ઉપદેશ આપી જગાડે છે છતાં જાગતા નથી, અને અનાદિકાળથી કરતા આવ્યા તે જ પ્રવૃત્તિએમાં રાત્રિદિવસ વ્યતીત કરી રહ્યા છે, જેથી કરી આધિ-વ્યાધી, જન્મ, જરા, મરણના દુ:ખેાથી છૂટી શકતા નથી, માટે વીતરાગના વચનો ઉપર શ્રદ્ધા રાખી મેાહના નીસા ઉતારીને વીતરાગના માર્ગ ઉપર ચાલે તેા અવશ્ય દુઃખામાંથી છૂટી જઈ શશ્વત સુખ મેળવે.