________________
AAAAAAAAAA% **,
* *
*
: ૩૭૬ :
જ્ઞાન પ્રદીપ કરશે તે છેવટે દેહ છૂટી પડશે, અને અપરાધની સજા ભેગવવા દુર્ગતિમાં તમારે જવું પડશે.
૯તમે પિતાના શ્રેય માટે ભલે દુઃખ ભંગ પણ દેહના મેજશેખ માટે તે જરાય દુખ ભગવશો નહિ.
૧૦૦. જીવનનિર્વાહમાં નિરુપયોગી વસ્તુઓની ચાહના રાખી દુઃખી થશે નહિ.
૧૦૧. બીજાનું ભલું ન કરી શકે, ન કરાવી શકો તે હરકત નહિ પણ મનથી તે જગતનું કલ્યાણ ઈચ્છશે.
૧૦૨. તમને મેલાં કપડાંવાળા ગંદા મવાલીઓને જોઈને ઘણા ઉત્પન્ન થાય છે, પણ પ્રભુની દષ્ટિમાં તમે મવાલીઓ કરતાં પણ વધારે ગંદા છે, માટે જે તમારે પ્રભુદષ્ટિમાં સ્વચ્છ રહેવું હોય તે અનાસક્ત રહીને કર્મથી મેલા થશે નહિ અને પહેલાને મેલ સેંટ્યો હોય તેને શુદ્ધ અધ્યવસાયથી ધોઈ નાંખજે. - ૧૦૩. તમે સુતરાઉ અથવા રેશમી નવાં કપડાં પહેર્યા હોય છે ત્યારે તમને વસ્ત્ર મેલાં થવાનો કે ડાઘ લાગવાને ઘણે જ ભય રહે છે. ચીકાશથી તો ઘણા જ બચાવતા રહો છે. ધૂળવાળી જગ્યામાં કપડાં ઊચાં લઈને બેસે છે, પણ તમારો આત્મા કર્મથી મેલે થાય છે, રાગદ્વેષની ચીકાશથી ચીકણે થાય છે તેનો તમને જરાય ભય નથી તેમજ આત્માને મેલે ન થવા દેવાની કાળજી કે ચિંતા પણ નથી.
૧૦૪. આ જગતમાં જે કાંઈ જણાય છે તેમાં સાચું કેટલું છે અને સારું કેટલું છે? તમને જેટલું સાચું અને સારું લાગે છે તેનાથી તમને કેટલો સંતોષ, કેટલી શાન્તિ અને કેટલું સુખ મળ્યું ?