________________
બોધ સુધા.
: ૩૭૩ : ૭૪. તમારી પાસે ધર્મ જે કાંઈ વસ્તુ માગે તે તમારી પાસે હોય તે તરત આપી દેજે; પણ કંગાળતા, દીનતા કે અશક્તિ બતાવશે નહિ, કારણ કે તમારી પાસે જે કાંઇ છે તે. સઘળું ધર્મના પ્રતાપથી મળેલું છે.
૭૫. અવસરે પરિશ્રમ કરીને ખેતરમાં વાવનારને અનાજ મળે જાય છે, તેમ અવસરે ધર્મક્ષેત્રમાં વાપરનારને સંપત્તિ મળે જાય છે.
૭૬. ખર્ચ કરવાનાં સ્થળો હોવાથી જ ધન કિંમતી વસ્તુ છે. જે ખર્ચવાનું એક પણ સ્થળ ન હોય તે ધન તુચ્છ વસ્તુ છે. -
૭૭. પુણ્ય મળ્યું હોય તે થોડું થોડું વાપરજો. જે વધુ વાપરવાની ઈચ્છા હોય તે નવું વધુ પેદા કરજે.
૭૮. ભાગ્યાનુસાર ઈચ્છા રાખજે. ભાગ્ય વગરની ઈચ્છા રાખશે તે મળેલું ખાઈ નાંખી દુઃખી થશે.
૭૯. તમે શા કામે આવ્યા છે? વિચારી જુઓ. સવારે નહિ, બપોરે નહિ અને સાંજે પણ જે કરવાનું નહિ કરશે તે પછી સૂર્ય આથમી ગયા પછી શું કરશો?
૮૦. તમને જડની સેવા કરતાં અનંત કાળ ગયો. શું મળ્યું? જન્મ મરણ કે બીજું કાંઈ?
૮૧. વિચાર કરી જેજે કે જે વસ્તુને તમે પોતાની માને છે તેને તમે કયાંથી લાવ્યા છે?
૮૨. સ્વતંત્રપણે અશાતા–દુઃખ ભોગવી લેશે તે દુઃખ પામશે નહિ.
૮૩. સ્વાર્થના ખાતર બીજાને સારું લગાડવા ખાટી પ્રતિજ્ઞા કરશે તે સ્વાર્થભ્રષ્ટ બનીને પ્રભુના ગુન્હેગાર બનશે.