________________
: ૩૭૨ :
જ્ઞાન પ્રદીપ,
૬૫. દેહને ઉપયોગી વસ્તુઓને સંગ્રહ ન કરે, આત્માને ઉપયોગી વસ્તુઓને કરે; કારણ કે દેહને બાળીને રાખ કરવામાં આવશે.
૬૬. દેહની સેવામાં જ ઉત્તમ અને અમૂલ્ય જીવનને વેડફી ન નાંખે. - ૬૭. અપકારને બદલો વાળવાને કઈ દિવસ પણ વિચાર ન કરશે.
૬૮. નાશવાન દેહ માટે ભાન ભૂલી અપરાધી બનશે નહિ.
૬૯. બીજા જીવોને જીવાડીને જીવનાર જ સાચું જીવે છે. બાકી તે બધા ય જીવતા પણ મરેલા જ છે.
૭૦. તમારે આગળના માટે સારું જોઈતું હોય તે સત્કાય કરી સાચી વસ્તુને સંગ્રહ કરે.
૭૧. મતને તમે ભલે ભૂલી જાઓ પણ મત તમને વિસરવાનું નથી. સમય આવે સામે આવીને ઊભું રહેશે, ત્યારે જ તમને ખબર પડશે કે હું તને ગુલામ છું , , ૭૨. તમે આખર સ્થિતિમાં છે અને વૈદ્ય પાંચ સાત વર્ષ
જીવવાની ગેરંટીથી સાજો કરવા તૈયાર થાય તે લાખો આપવા તૈયાર થાઓ છે, તે પછી અનંતકાળ સુધીનું જીવન અર્પણ કરનાર પ્રભુના નામે હજારે ખર્ચતા કેમ મૂંઝાઓ છે. આ મૂંઝવણ જ તમારી પ્રભુ ઉપર કેટલી શ્રદ્ધા છે તે બતાવી આપે છે. પ્રભુશ્રદ્ધા વગર શ્રેય કયાંથી?
૭૩. તમે દેહના માટે પૈસો વાપરતાં ઉદાર બની જાઓ છે અને પિતાના આત્માને માટે વાપરતાં કંજૂસ બની જાઓ છે, આ તે કેવું ડહાપણ!
તમને વિસ
બિર તમે કહુ તને મારીને ઉભુ