________________
બંધ સુધા,
': ૩૭ી ?
6. નવા 1
૫૪. સહુ કે સ્વામી બનવું પસંદ કરે છે. સેવક બનવું કોઈને પણ ઈષ્ટ નથી.
૫૫. વચનમાંથી કડવાશ કાઢી નાંખીને વાપરજે, કારણ સહુ કઈ મધુર વચન ચહાય છે.
પ૬, મનુષ્ય માત્ર સરખા છે, કુદરતી બક્ષીસો જુદી જુદી છે, માટે કોઈપણ બક્ષીસનું અભિમાન કરનાર મૂખ છે, કારણ કે સંપૂર્ણ બક્ષીસવાળે સંસારમાં કોઈ નથી.
૫૭. તમે કાયાથી છેટું કામ કરતાં દુનિયાને ભય રાખે છે તે પછી મનથી ખોટું કામ કરતા પ્રભુને ડર શા માટે રાખતા નથી ?
૫૮. લાખો ખર્ચતાં જે શેભા મળતી નથી તે શાભા ઉત્તમ પ્રકારના ચારિત્રથી મળે છે.
૫૯ શરીરની કાંતિ વધારવી હોય તે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળો.
૬૦. શરીરને બળવાન અને ખૂબસુરત બનાવવું હોય તે સર્વ પ્રકારના વિષયોને છેડે.
૬૧. સારાં ઘરેણાં પહેરવાથી કે સુંદર વસ્ત્રો પહેરવાથી શરીર શોભતું નથી, પણ ઉત્તમ પ્રકારના આચારવિચાર અને નીતિથી શોભે છે.
૬૨. પ્રભુએ દયા કરી ઉપકાર બુદ્ધિથી જે કાંઈ કહ્યું છે તેમ કરશે તે સુખી થશે.
૬૩. ધન મળ્યા પછી મનુષ્યત્વહીન બની મનુષ્ય પ્રેમ વિસરશે નહિ. - ૬૪. તમે પિતાને ધમ રાખવામાં સ્વતંત્ર છે, પણ ધન રાખવામાં નથી.