________________
: ૩૭૦ :
જ્ઞાન પ્રદીપ,
૪૨. આંખ, કાન અને હદય વગરના ધનવાન કરતાં આંખ, કાન અને હૃદયવાળે નિર્ધન હજારગણે સારે છે.
૪૩. સુખી અવસ્થા ભલે ભૂલી જાઓ, પણ દુઃખી અવસ્થા ભુલશો નહીં.
૪૪. કેઈ તમારે વાંક કાઢતું હોય તે ખુશી થાઓ, કારણ કે તમારામાંથી વાંકને કાઢે છે પણ નાંખતે નથી, માટે તમને તો લાભ જ છે.
૪૫. સંસારમાં સારા કહેવડાવવું હોય તે દંભ છોડીને સત્કાર્ય કરે.
૪૬. બધા પાસેથી માન જોઈતું હોય તે સહુ કોઈનું સન્માન કરે.
૪૭. તમારે સંસારના સ્વામી બનવું હોય તે સંસારના સેવક બને.
૪૮. તમારે જેને પગે લગાડ હોય તેને તમે હાથ જોડે.
૪. સહુ કેઇ માનને ઈરછે છે માટે કેઈનું પણ અપમાન કરશે નહિ.
૫૦. શોખ ભેગવતાં બીજા અને શક થાય છે માટે શોખ શેખ નથી પણ શોક જ છે.
૫૧. સઘળા જ જીવવાની ઈચ્છાવાળા છે, માટે તુચ્છ વિષમાં આસક્ત બનીને કોઈપણ જીવને મારશે નહિ.
પર. તમને સંસારના કોઈપણ જીવે હાથ જોડીને પ્રાર્થના કરી નથી કે તમે અમને મારી નાખીને આનંદ ભેગ.
૫૩. જગતના જીનું રક્ષણ કરનાર જ જગતને પિતા બની શકે છે.