________________
આધ સુધા
[ ૧ ] ( ૫૦ )
૧. વીતરાગની ઉપાસના વીતરાગ બનવાને માટે છે, કર્મોથી છૂટી જઈને નિત્ય સુખ મેળવવાને માટે છે.
૨. તમારી આર્થિક તથા શારીરિક શક્તિ સારી હાય તે દીનદુ:ખીના ઉદ્ધાર કરો.
૩. તમારાથી સારું ન બની શકતું હાય તે। જે સારું કરતા હોય તેમને જોઇને ખુશી થાઓ.
૪. વસ્તુ માત્રમાં ગુણ અને અવગુણુ અને રહેલા છે, સર્વથા ગુણી કે સથા અવગુણી જેવી કાઇ પણ વસ્તુ નથી. એકને એક વસ્તુ અવગુણુ કરે છે ત્યારે તે જ વસ્તુ બીજાને ગુણ કરે છે માટે કાઇ પણ વસ્તુને ખરાબ કહીને નિંદશે નહીં.
૫. તમે ફેશનમાં ફસાઈ જઈને એવા ઉદ્ભટ વેશ ન ધારણ કરો કે જેને જોઇને તમારા પિતા, પુત્ર કે ભાઈ, માતા, પુત્રી કે બહેન પેાતાનું મન અગાડીને અપરાધી અને.
૬. સારા વિચારો વિચારવાની ટેવ પાડશે। તે પછી તમને સારું' કરતાં મુશ્કેલી નહીં પડે.