________________
કર્મમીમાંસા.
: ૩૬૫ ઃ
~~~~~~~
~~~
~~
છે તેથી પણ પુરુષાર્થને અવકાશ છે જ.
બીજી એક બાબત સંસારમાં દષ્ટિગોચર થાય છે અને તે એ છે કે દુઃખને ખસેડવા બાહ્ય પ્રવૃત્તિઓ તથા અત્યંતર પ્રવૃત્તિ આદરાય છે. તેવી જ રીતે સુખને ખસેડવા અત્યંતર કે બહારની પ્રવૃત્તિ આદરાતી નથી. દુઃખને ખસેડવા સૌ કોઈ પ્રયત્ન કરે છે, પણ સુખને ખસેડવા કેઈપણ પ્રયત્ન કરતું નથી. જેમ દુઃખ કમ છે તેમ સુખ પણ કર્મ છે, છતાં અનાદિ કાળની વાસનાથી દુઃખ સૌને અપ્રિય લાગે છે, અને સુખ પ્રિય લાગે છે. એટલે દુઃખને લક્ષમાં રાખીને દૂર કરવા પ્રયત્ન કરાય છે, છતાં એ જ પ્રયત્નથી સુખ પણ ખસી જાય છે. જે પ્રયત્નથી દુખ ખસે છે તે જ પ્રયત્નથી સુખ પણ ખસી શકે છે. અનેક જીને દુઃખ આપી સુખી બનવા કરવામાં આવતા પ્રયત્નથી સુખ પણ ખસી જાય છે. અથવા પૌગલિક સુખની આશાથી કરવામાં આવતા જપતપરૂપ પ્રયત્નથી પુણ્યકમ બંધાય છે અને તેથી કરી આત્મિક સાચું સુખ અવરાઈ જાય છે. આ સઘળો ય કમને જ વિલાસ છે.
જ
અને નક,
ન
,