________________
૪ ૩૬૪ :
જ્ઞાન પ્રદીપ. પ્રકાશક માને છે અને કમને પ્રેરક માને છે. બસ, એટલે જ ફરક રહે છે.
જીવ કર્મની પ્રેરણાથી કાર્ય કરે છે. કાર્યમાત્રમાં કર્મની પ્રેરણા હેય છે. કેવળજ્ઞાનીએ જ્ઞાનમાં જોયું હોય તેમ થતું હોય તે પ્રયત્નને અવકાશ કયાંથી? આ વિચાર પણ કર્મની પ્રેરણાથી અને પ્રભુના જાણવા પ્રમાણે થયે. પ્રભુએ આ જ પ્રમાણે જાયું હતું કે અમુક વ્યક્તિને અમુક ટાઈમે અમુક વિચાર ઉત્પન્ન થશે. તેમજ કર્મના વિપાકેદયને ટાળવા પ્રયત્ન કરનાર વ્યક્તિના આશય અને પ્રવૃત્તિને પણ જાણતા જ હતા.
જે આપણને અમુક કર્મ ભોગવવું પડશે, એવું જ્ઞાનીએ જોયું હોય તે આપણને કમને ખસેડવા પ્રયત્ન સૂઝે જ નહિ, અને અમુક પ્રયત્નથી અમુકના અમુક કમ ટળી જશે, એવું જોયું હોય તો વ્યક્તિ અવશ્ય પ્રયત્ન કરી કમ ટાળ્યા સિવાય રહે નહીં. અમુક વ્યક્તિ અમુક પ્રયત્ન કરશે પણ નિષ્ફળતા પ્રાપ્ત થશે તે તે ભાવ પણ તેમ થયા સિવાય રહેતું નથી. તાત્પર્ય કે ત્રિવિધ તાપ પ્રયત્નથી ટાળ્યા ટળી શકે છે અને નથી પણ ટળતા. બનેમાં જ્ઞાનીઓને યથાર્થ જ જ્ઞાન હોય છે. જ્ઞાનીઓએ શું જોયું છે તે અલ્પ જીવ જાણી શકતું નથી. પણ અનુમાન કરી શકે છે કે મારી પ્રવૃત્તિ તથા અપ્રવૃત્તિ, સફળતા અને નિષ્ફળતા વગેરે કાયિક, માનસિક, વાચિક પ્રવૃત્તિઓ જ્ઞાનીઓની જાણ પ્રમાણે જ થાય છે. આટલા ઉલલેખથી કંઈક સમાધાન થશે જ કે જ્ઞાનીઓના જાણવા છતાં પુરુષાર્થને અવકાશ તે છે જ. જ્ઞાનીઓનું જ્ઞાન પુરુષાર્થમાં આડું આવી શકતું નથી તેમજ આપણે પણ જાણી શકતા નથી, કે જ્ઞાનીઓએ આપણા માટે જ્ઞાનમાં શું જોયું