________________
: ૩૬૦ :
જ્ઞાન પ્રદીપ,
ણમતી વખતે અને આત્માની સાથે એકમેક થવારૂપ બંધ પડતી વખતે પુદ્ગલસ્ક ચાર અવસ્થાઓ ધારણ કરવાવાળા થાય છે. તેમજ આત્માની સાથે બંધાતી-જોડાણ થતી વખતે અધ્યવસાયની તારતમ્યતાના અંગે ત્રણ પ્રકારે બંધાય છે.
એક બંધ એ નબળો હોય છે કે જે પશ્ચાત્તાપ કરવામાં આવે તે તરત છૂટી જાય છે. બીજે બંધ એવા પ્રકાર હોય છે કે પ્રાયશ્ચિત્તથી છૂટી જાય છે અને ત્રીજો બંધ એવા પ્રકારના હોય છે કે ભગવ્યા સિવાય છૂટતો નથી. આત્માને તેને રસ ચાખછે જ પડે છે. ચાખીને નિરસ કર્યા સિવાય છૂટી શકતો નથી.
પુગલસ્કંધ આત્મપ્રદેશે સાથે મળી કમપણે પરિણત થયા પછી ઉદયમાં આવ્યા સિવાય છૂટા પડી કર્મ-સંજ્ઞાને છોડી શકતા નથી. ઉપર બતાવેલા ત્રણ પ્રકારમાંથી ગમે તેવા પ્રકારના કર્મ કેમ ન હોય ? અને તેને કર્મ સંજ્ઞાથી મુક્ત કરવાને ગમે તેટલા પ્રયત્ન કેમ ન કરવામાં આવે પણ ઉદયમાં આવ્યા સિવાય તે આમાથી અલગ થઈ શક્તા નથી. હા, એટલું તે બની શકે છે કે કેટલાંક કમ નબળાં હોય છે તે પશ્ચાત્તાપથી કે પ્રાયશ્ચિત્ત કરવાથી ભેગવવાં પડતાં નથી.
આ સ્થળે અવશ્ય શંકા થશે કે ઉદયમાં આવે અને જોગવવાં ન પડે એ કેમ બને? પણ આમાં શંકા કરવા જેવું કાંઈ જ નથી, કારણ કે ઉદય બે પ્રકાર છે. એક વિપાક ઉદય અને બીજે પ્રદેશ ઉદય. આ બન્ને પ્રકારના ઉદયમાંથી વિપાક ઉદય તે ભેગવવું-અનુભવ થે, સુખદુઃખ આદિનું વેદવું, જેને આત્મા સારી રીતે જાણી શકે. અને પ્રદેશ ઉદય તે જેને આત્માને લેશમાત્ર પણ અનુભવ ન થે તે પછી શુભ હોય કે અશુભ હોય, પણ પ્રદેશ ઉદય વખતે આત્માને જરા ય સુખ