________________
: ૩૫૮ :
જ્ઞાન પ્રદીપ. અનિચ્છાથી ભળીને પિતાને દુઃખી, રેગી, શેકગ્રસ્ત વગેરે વગેરે માનવું પડે છે.
આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, જીવન, શાંતિ વગેરે પિતાની વસ્તુઓ હોવા છતાં કૃત્રિમ જ્ઞાનાદિ માટે જડને આશ્રિત બને છે. મેહની સત્તા નીચે રહેલે હેવાથી પિતાની સાચી વસ્તુઓ ગમતી નથી. બનાવટી વસ્તુઓમાં જ આનંદ માને છે અને તે વસ્તુઓને સંગ્રહ કરવામાં અનેક વિપત્તિઓ સહન કરે છે. તે તેને ગુલામ બને છે. જડને જરા પણ વિશ્વાસ રાખવા જેવું નથી. જડના ઉપર શ્રદ્ધા રાખનાર આત્માએને ઘણું જ ખમવું પડે છે. આંખ ફૂટી જાય, કાનને પડદે ફાટી જાય, લક થઈ જાય, જલદર, કઠોદર થઈ જાય વગેરે વગેરે જડના વિલાસમાં પ્રમાદી આત્માઓની કેવી દશા થાય છે તે આપણે જોઈએ છીએ. જડ અમને સુખ આપશે, અમને જ્ઞાન આપશે, અમારું આનંદનું સાધન મેળવી આપશે ઈત્યાદિ જડ ઉપરની શ્રદ્ધા આત્મા જ્યાં સુધી રાખી રહ્યો છે ત્યાં સુધી ખરી વસ્તુના અભાવે-પરિણામે આત્માને જડવત્ બનવું પડશે, માટે જડ ઉપરની શ્રદ્ધા કાઢી નાખવી જોઈએ. જડને જરા ય વિશ્વાસ ન રાખતાં પિતાની વસ્તુઓને વિકાસ કરે જોઈએ, તે જ પરિણામે આત્માને સુખશાંતિ મળી શકશે. કેવળજ્ઞાનીઓ વિકાસી આત્માઓ જ છે. જરા યે અશાંતિ, અસુખ કે ભય, ભલે આંખ ફૂટી જાય કે પડદે ફાટી જાય અથવા તે ગમે તે જડને દુઃખદાયી વિલાસ કેમ ન હોય ! વિકાસી આત્માને કાંઈ પણ અસર થતી નથી, માટે વિકાસના માર્ગમાં જ નિરંતર પ્રયાણ કરવું એ આત્માઓને અત્યંત હિતકારી છે.