________________
: ૫૬ :
જ્ઞાન પ્રદીપ.
પ્રાણીને ઈષ્ટ હોય છે. જ્ઞાની પુરુષને ઉભય નિરા ઈષ્ટ હોય છે. ઉભય નિર્જરામાં સમભાવ હોય છે. આપણે પણ ઉભય શુભાશુભની નિજેરામાં સમભાવે રહેતાં શીખવાની ટેવ પાડવાની જરૂરત છે. ઉભયની નિર્જરા સિવાય આત્મશુદ્ધિ થઈ શકતી નથી અને શુદ્ધિ સિવાય આત્મવિકાસ થઈ શકતે નથી. કર્મોના ઉદયાધીન વિયોગમાં સુખ શાંતિ અનુભવવી-દવી અને ઉદયાધીન જ સંગમાં ખિન્નતાને અનુભવ કરે એ જ આપણા માટે વધુ ઈષ્ટ છે. શુભાશુભ કર્મની ક્ષીણતાએ જ દેહાદિ શુભાશુભ કમવિકારેની પણ ક્ષીણતા અવલંબીને રહેલી હોય છે, માટે આત્મપ્રદેશમાં થતા અશુભ ઉદયાધીન થતા બાહા કર્મવિકારમાં ક્ષીણતા જણાય તે કાંઈપણ શાચ કરે નહિ.
દેહધારીઓને જે ક્ષેત્રમાં જેટલા સમયની સ્પર્શના કરવાની હોય છે તે જન્મક્ષેત્રથી લઈને મૃત્યક્ષેત્ર પર્યત અવશ્ય કરવી પડે છે. તેની સાથે સાથે ઉદય, ઉદીરણા, બંધ અને નિર્જરા પણ થયા કરે છે. આ બધી ય વ્યવસ્થા કમવાર સંપૂર્ણપણે સર્વ જાણે છે. આપણા જેવા ઔદયિક ભાવમાં વનારા અ૫ અટકળ પણ કરી શકતા નથી. માનવજાતની ભાવનાઓ અને ધારણાઓ પરિવર્તનશીલ હોય છે, પણ સ્પશના તે અપરિવર્તનશીલ જ હોય છે. દરેક સમયની નિર્માણ થયેલી સ્પર્શના સર્વથા દેહમુક્ત થાય ત્યાં સુધી અવશ્ય થવાની જ.
અનાદિકાળથી દેહમુક્ત આત્માએ એક એક આકાશપ્રદેશની અનંતી વાર સ્પર્શના કરી છે અને અનંતી વાર એક એક પ્રદેશમાં અનંતા દેહ ભેગવ્યા છે, છતાં દેહને મેહ છૂટતે નથી, દેહને છોડવાનું મન થતું નથી અર્થાત્ મોતની બહુ જ બીક લાગે છે. કેટલે દેહાધ્યાસ? જ્યાં સુધી મેહને લય અથવા