________________
માનવ જીવનની મહત્ત્વતા
: ૯ :
તેટલે ઉપગ સમયનો કરી જાણતા નથી. જો પિસા જેટલુ કિંમતી અને ઉપયોગી માનવજીવનને સમજતા હોય તે એક ક્ષણ પણ પરમાત્માના સ્મરણ વગર ખાલી ન જવા દે. * આપણે દાખલા તરીકે પંદર રૂપિયાના હિસાબે મેટર ભાડે કરીને કેાઈ મુસાફરીયે નીકળ્યા હોઈએ અને રસ્તામાં કેઈ સંબંધી સાથે ખાસ જરૂરી વાત કરવા મોટર ઊભી રાખવી પડે છે તે વખતે આપણે વાતને જલદીથી ટુંકાણમાં પતાવવા માંગીએ છીએ. વાતેમાં વધુ સમય ગાળવા ઈચ્છતા નથી, કારણ કે તે વખતે આપણું ધ્યાન મોટરના ભાડાના પૈસા પર લાગેલું હોય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ, કે આપણે પિસાની જેટલી કિંમત અને ઉપયોગિતા સમજ્યા છીએ તેટલી કિંમત અને ઉપયોગિતા માનવ જીવનના સમયની સમજી શક્યા નથી.
જેમ આપણું ધ્યાન મોટરમાં બેઠા પછી મોટર ઊભી રાખી કોઈની સાથે વાત કરતી વખતે પૈસામાં વળગ્યું રહે છે, તેવી જ રીતે સંસારના પ્રત્યેક કાર્ય કરતી વખતે આપણું અમૂલ્ય જીવનની પ્રત્યેક ક્ષણ મુખ્યપણે શ્રધ્ધા અને ભકિતપૂર્વક પરમાભમરણમાં જ વળગી રહેવી જોઈએ.
જીવનની પ્રત્યેક ક્ષણમાં પરમાત્માનું સ્મરણ કરનારને આત્મા શીઘ્ર પરમાત્મસ્વરૂપ બની શકે છે. અને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્ષણે પરમ અમૂલ્ય ગણાય છે. જેટલી ક્ષણ આત્મવિકાસ કરવા પૂર્ણવિકાસી પરમાત્માના સ્મરણમાં વપરાય છે તેટલી જ ક્ષણે માનવ જીવનમાં ઉત્તમ અને કિંમતી કહી શકાય છે, માટે મનુષ્યએ શ્રદ્ધા તથા પ્રેમપૂર્વક નિરંતર પરમાત્માનું સ્મરણ કરવાને અભ્યાસ કરવો જોઈએ, જેથી