________________
જ્ઞાન પ્રદીપ. vwwwvww
n nnnnnnnnnnn ધનવાન માણસને મરતી વખતે એકઠું કરેલું ધન છેડી જવું પડે છે જેથી કરી તેમને કઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. ઊલટું તે ધન તેમને ચિંતા તથા શેક વધારવાવાળું થાય છે. એટલા માટે જેઓ ધન તથા માન માટે પિતાના અમૂલ્ય જીવનને વેચી નાખે છે તેઓ ભલે પિતાને બુદ્ધિમાન સમજે, પણ તેમનામાં બુદ્ધિને અંશ પણ હેતું નથી. બુદ્ધિમાન તે તેને જ કહી શકાય કે જે જીવનના અમૂલ્ય સમયને અમૂલ્ય કાર્યમાં ખરચે અને અમૂલ્ય કાય પણ તે જ કહી શકાય જેનાથી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય. આ અમૂલ્ય વસ્તુ વીતરાગભાષિત ધમનું આરાધન કરીને આત્મવિકાસ કરી પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, અર્થાત વીતરાગદશા પ્રાપ્ત કરી મુકિત મેળવવી
તે છે.
ખેદની વાત છે કે ઘણાખરા માણસે પિતાના અમૂલ્ય સમયને સેગઠાબાજી, પાના, શતરંજ આદિ રમત રમવામાં, સિનેમા નાટક જોવામાં, સંસારના ભેગવિલાસમાં, નિદ્રામાં, આલસમાં અને પ્રમાદમાં વ્યર્થ ખેાઈ નાખે છે. કેટલાક અજ્ઞાની જીવે ચેરી, વ્યભિચાર, અસત્ય તથા માયા-પ્રપંચ આદિ ખોટા કામમાં વ્યતીત કરીને આ લેક તથા પરલોક બંધ લેકથી ભ્રષ્ટ થઈને ઘણા જ દુઃખી થાય છે અને કેટલાક માણસે મદ્ય-માંસાદિ અભક્ષ્ય વસ્તુઓ વાપરવામાં જ જીવનને સમાપ્ત કરીને નરકનાં દુઃખ ભોગવે છે. મનુષ્યોને ઉચિત તો એ છે કે પિતાના માનવ જીવનનો પ્રત્યેક સમય પરમાત્મસ્મરણમાં જ વ્યતીત કરે જોઈએ. એક ક્ષણ પણ વ્યર્થ ન જવા દેવો જોઈએ. પાપ તથા પ્રમાદમાં સમય વ્યતીત કરે એ અત્યંત અજ્ઞાનતા છે.
વાસ્તવિકમાં મનુષ્ય પૈસાનો જેટલે ઉપયોગ કરી જાણે છે