________________
માનવ જીવનની મહત્ત્વતા.
( ૨ )
xxxxxx
0000000000
માનવ જીવનનો સમય અમૂલ્ય છે. સમયની ક`મત ન જાણવાથી જ મનુષ્યેાનો સમય વ્યર્થ ચાલ્યા જાય છે, અને એટલા માટે જ મનુષ્યેાના આત્મકલ્યાણમાં વિલંબ થઇ રહ્યો છે. વકીલ–બેરીસ્ટરા વિગેરે તે પેાતાના સમયને નકામે જવા દેતા નથી, કારણ કે તેઓ કાઇ પણ સલાહ લેવા આવે તે તેની સાથે ફી લીધા સિવાય વાતચીત કરતા પણ નથી, તેની પાસેથી મિનિટે મિનિટના પૈસા લઈ લે છે, પણ પૈસાથી મનુષ્યજીવનની વાસ્તવિક સફળતા થઈ શકતી નથી.
જે માણસેા પેાતાના અમૂલ્ય સમયને પૈસાને માટે વેચી નાખે છે તે પૈસાથી ભવિષ્યમાં થવાવાળા માઠાં પરિણામને સમજી શકતા નથી, અને પૈસા જ એકઠા કરવામાં પેાતાનું આખુંય જીવન વેડફી નાખે છે. આવા માણસા માનવ જીવનમાં મેળવેલા પૈસાથી કાંઇક પૌદ્ગલિક સુખા પ્રાપ્ત કરી શકે છે; પરંતુ કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ થવાથી આત્માને દુગતિના દુઃખામાંથી બચાવી શકતા નથી.