________________
૩૪૮
જ્ઞાન પ્રદીપ, રાધી ન બનવા પગલિક સુખને ભેગ આપી વિષયને સાથ છોડી કષાયને દબાવ્યા અને દુર્ગતિમાં જવારૂપ સજામાંથી છૂટયા તે પણ જેને અપરાધ કર્યો હતે તે જીવેએ તે ન જ છોડ્યા અને અસહ્ય દુખ દીધાં.
માનવજાતને ગુન્હ કરી માફી માગવાથી કદાચ માનવી માફી આપી શકે અને વૈરથી મુક્ત થઈ શકાય પણ તે માનવી પ્રાણહરણના ગુન્હા સિવાયના ગુન્હાની માફી આપી શકે છે અને આપણે નિરાપરાધી બની શકીએ છીએ. તેમજ ફરી ગુન ન કરવાની શરતે માફી મેળવી શકીએ છીએ અને વૈરથી છૂટી શકીએ છીએ. પણ માણસ મારવાને ગુન્હો કરવાથી તે માણસ મરીને શુદ્ર ગતિમાં ગયેલ હોવાથી આપણને માફી આપી શકતો નથી, તેમજ વૈર પણ છોડી શકતું નથી અને જન્માંતરમાં પણ આપણને પ્રાણાંત કષ્ટ આપવાને જ. માણસ સાથે બંધાયેલા વૈર તિર્યંચે કરતાં વધારે દુઃખદાયી હોય છે કારણ કે માણસ બુદ્ધિપૂર્વક વૈર બાંધે છે.
પૌદ્ગલિક સુખે અને પૌગલિક સુખ મેળવવાના સાધને માટે જે સૂક્ષ્મ તથા સ્થળ તિયાને સર્વથા નાશ કરવામાં આવે છે, તેમના પ્રાણનું હરણ કરવામાં આવે છે, તે ગુન્હામાંથી છૂટવું ઘણું જ કઠણ છે. તેમની પાસે માફી માગવી નકામી છે. આપણને તેઓ માફી આપી શક્તા નથી તેમજ આપણે માફી માગવાને અગ્ય છીએ. કારણ કે વિષયાસક્ત, પરિગ્રહને પ્રેમી, કષાયને દાસ પોતાના જીવનના છેડા સુધી પિતાની મુદ્ર વાસનાઓની તૃપ્તિ માટે નિરંતર અનંતા જીવન નિર્વસ-પરિણામથી નાશ કરતો રહે છે, માટે આવી વ્યક્તિ ક્ષમા માગવાની અધિકારી જ નથી, કારણ કે તે