________________
નિરપરાધી બને.
: ૩૯ :
જાણીબૂઝીને જીના પ્રાણ લે છે.
ક્ષમા માગતાં પહેલાં ક્ષમા માગવાના અધિકારી બનવાની અત્યંત આવશ્યકતા છે. આ અધિકાર ઈદ્રિયો પર વિજય મેળવી વિષયોથી મુક્ત થવાથી, પરિગ્રહની મૂર્છા ઓછી કરવાથી, માની લીધેલા મારા તારા સંબંધો ઓછા કરવાથી, કષાયેની કડવાશ ન ચાખવાથી, જરૂરિયાત ઓછી કરી નાખવાથી અને પ્રાણુંમાત્રને પિતાના આત્મા સદશ ગણવાથી મેળવી શકાય છે. આ અધિકારી માણસ જાણું જોઈને કેઈપણ જીવને દુઃખ આપતે નથી. પિતાની સ્થિતિના પ્રમાણમાં જ્યારે જાણીને આને ઉપદ્રવ કરવાને સમય આવે છે ત્યારે દુઃખાતા દિલથી તે તરફ વળે છે, પણ તરત જ પશ્ચાત્તાપ અને ક્ષમાથી પોતે નિરપરાધી બની જાય છે. અધિકારીઓ મનથી પણ કોઈ પ્રાણુને પીડા આપતા નથી. સર્વ જીવોના સુખના અભિલાષી હોય છે. બીજા છના તરફથી પોતાને થતી કનડગતે અને દુઃખેના માટે તુરત જ ક્ષમા આપી દે છે. કોઈના પણ ઉપર દ્વેષ રાખતા નથી. માટે પ્રાણું માત્રને નિરપરાધી બનતાં શીખવાની ઘણી જ જરૂરત છે. નિરપરાધી બનવા માટે સમ્યગુજ્ઞાન મેળવી વસ્તુસ્થિતિને જાણવી જોઈએ. તેમજ અપરાધી બનવાના પ્રસંગમાં સમ્યગ - જ્ઞાનને સારી રીતે ઉપયોગ થવો જોઈએ તે જ આપણે ક્ષમાને સફળ બનાવી આત્મવિકાસ સાધી શકીએ છીએ, નહિ તે આવી ક્ષમાથી તે આપણને દંભ સેવ્યાનું જ ફળ મળી શકે છે. માનવજાતની ક્ષમાઓમાં તે આપણે કેવળ દંભ જ સેવીએ છીએ. આજે ક્ષમા માગી અને કાલે કામ પડે છે તેનું કાસળ કાઢવા આપણે તૈયાર થઈએ છીએ અને ક્ષમા માગતી વખતે પણ આપણું ય કેવળ પ્રથા જ જાળવવાનું હોય છે, હદયશુદ્ધિ