________________
: ૩૪૬ :
જ્ઞાન પ્રદીપ.
બીજા ક્ષમા આપી શકે ? અને જે બીજા ક્ષમા ન આપે તે વૈરથી મુક્ત થઈને આત્મશ્રેય કેવી રીતે સાધી શકે ? તે કાંઈ સમજી શકાતું નથી. ક્ષમા આપવા લેવાની પ્રથા કરતાં અપરાધ ન કરવાની પ્રથાને પ્રચાર થયે હેત અથવા થાય તે ઉત્તમ છે. બીજી વાત એ છે કે મેહની આજ્ઞાથી જે માનવી અજ્ઞાનતાથી પચે ઇદ્રિના વિષયોને પોષવા અનેક ક્ષુદ્ર જીવને સંહાર કરે છે કે જે જી ભેગીઓના ભેગના આનંદ માટે મરીને ક્ષુદ્ર જંતુઓ પણે ઉત્પન્ન થયેલા છે અને જેમનામાં ક્ષમા આપવા જેટલું ભાન પણ નથી તથા કેણ મારી પાસે ક્ષમા માંગે છે તેનું જ્ઞાન પણ નથી, એવા પ્રકારના જીવો પાસેથી કેવી રીતે ક્ષમા મેળવવી? કદાચ આપણે એમ માની લઈએ કે આપણા આત્માની કોમળતાથી તથા પશ્ચાત્તાપથી તે જીવે ક્ષમા ન આપે તે પણ આપણે અપરાધથી મુક્ત થઈને આપણું શ્રેય સાધી શકીએ છીએ. આમ બની શકે ખરું, પણ તે કયારે ? કે જે આપણે મેહના સામે બંડ ઉઠાવી પૂર્ણ સ્વતંત્રતા મેળવવા પ્રયત્નવાળા થયા હોઈએ તથા ફરીને અપરાધ કરવા બળતે હૃદયે પ્રેરાઈએ, ત્યારે તે આપણે કદાચ કરેલા અપરાધથી મુક્ત થઈએ. અર્થાત્ અપરાધની સજા ભેગવવા દુર્ગતિના મહેમાન ન થવું પડે, પણ જે છાને અપરાધ કર્યો હોય તે જીવો જ્યાં સુધી ક્ષમા ન આપે ત્યાં સુધી તે તે જ પિતાનું વૈર લીધા વગર છેડવાના નથી અને જ્યાં સુધી તેઓ પોતાનું વૈર ન લઈ લે ત્યાં સુધી આપણે સંસારમાંથી મુક્તિ મેળવી શકતા નથી, છૂટી શકતા નથી. કદાચ આત્મવીર્યની પ્રબળતા થઈ જાય અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ જઈયે તે ભેગવવા લાયક કર્મોને પણ ક્ષય કરીને આપણે બીજા જીના વર લીધા સિવાય પણ મુક્તિ