________________
: ૩૪૪ :
જ્ઞાન પ્રદીપ.
www
ક્ષય કરે છે અને વધુ બાંધે છે. સંસારમાં લેણદેણને વ્યવહાર વધુ જોવાય છે. આ લેણદેણથી અનેક જીવે પોતાની જીવનયાત્રા સુગમતાથી પૂરી કરે છે. એક બીજાના નિમિત્તથી સંસારી
જીવે પોતાની ગૃહસ્થ-નૌકાને કુશળતાથી વ્યવહાર–સાગરના કિનારે લઈ જાય છે. બંધ-ક્ષયની વ્યવસ્થા આ વ્યવસ્થાને કેટલેક અંશે મળતી આવે છે.
જેમ એક માણસને એક માણસે હજાર રૂપિયા આપ્યા હેય તે દેવાદાર માણસ પાંચસો આપી બે હજાર બીજા લઈ જાય તે તે કંઈ દેવામાંથી મુક્ત થયે ન કહેવાય પણ વધુ દેવાદાર બન્યા કહેવાય, કારણ કે દેવામાંથી પાંચસે આપ્યા છે, પણ પાંચસેના બદલે બે હજાર લીધા છે, માટે અઢી હજારને દેવાદાર બન્યા. આવી રીતે આપે ડું અને ઉપાડે ઘણું તે અલ્પ ક્ષય કરે અને વધુ બાંધે છે. જે માણસ પાંચસે આપે અને પચીશ ઉપાડે તે વધુ ક્ષય કરે છે અને અલ્પ બાંધે છે. અને જે માણસ હજારે હજાર ચૂકવી આપે છે તે કેવળ ક્ષય જ કરે છે; બાંધતો નથી. આ જ પ્રમાણે જ્ઞાની પુરુષ ઉદયને સમતાપૂર્વક જોગવી લે છે એટલે સર્વથા ક્ષય કરે છે. કંઈક અલ્પ સત્વવાળાને કિંચિત્ વિકળતા થાય છે એટલે અ૫ બાંધે છે અને વધુ ક્ષય કરે છે અને સત્વહીન જીવે બહુ જ આરૌદ્રધ્યાન કરવાથી વધુ બાંધે છે અને અલ્પ ક્ષય કરે છે.