________________
મમતાની કૂંચી.
: ૩૪૩ :
જ્ઞાની પુરુષા સ્વજાતીય આત્માને નિર્દોષ, નિર્વિકારી, સ્વસદેશ માનીને અને જાણીને વ્યવહારદૃષ્ટિએ ઉચિત અનુચિત ગમે તેવી પ્રવૃત્તિમાં પડેલા આત્માની પ્રત્યે રાગ-દ્વેષ કરતા નથી. જેથી કરી તેમના હૃદયમાં સકલેશ કે સક્ષેાભ થતા નથી, ક્રોધાદિ તેમને કનડી શકતા નથી અને જીવમાત્ર ઉપર શત્રુભાવ ન રાખતાં મિત્રભાવ જ રાખે છે. આવી રીતે તે આત્મવિશુદ્ધિ પુષ્કળ મેળવી શકે છે અને છેવટે સોંપૂર્ણ આત્મવિકાસી બની શકે છે. કેવળ બાહ્યષ્ટિ અજ્ઞાની જીવ આત્માની કમજન્ય પ્રવૃત્તિઓને જોઈને હ, શાક, આશ્ચય, મમતા, ઈર્ષા, તિરસ્કાર આદિ અનેક પ્રકારની લાગણીઓને વશ થાય છે અને વધુ ને વધુ માહનીય કર્મોની સત્તાને આધીન થતા જાય છે. આવા જીવેા દુઃખી જીવન ગાળે છે. નિરંતર અતિ રૌદ્રધ્યાનથી છૂટી શકતા નથી. આત્મિક સુખ તથા આત્મિક આનંદથી વંચિત રહે છે અને પરિણામે સ`સારના પ્રવાહમાંથી બહાર નીકળી શકતા નથી. એક આત્માને નમસ્કાર કરવા અને એકના તિરસ્કાર કરવા, એકને વખાણવા અને એકને વખાડવા, એકને મિત્ર માનવા અને બીજાને શત્રુ માનવા, આવી પ્રવૃત્તિ કરનારને વિચાર કરવાની આવશ્યકતા છે કે નમસ્કાર કરવાની કે તિરસ્કાર કરવાની મનેાવૃત્તિ થવાનું શું કારણ છે ? આવી મનેાવૃત્તિ થવામાં તેના શુભા શુભના ઉદય હાય છે અને ઉયાધીન આત્મા એકબીજાના નિમિત્તથી કમ ને ખંધ અને ક્ષય કરે છે. સંચિતના ક્ષય કરે છે અને નવા બાંધે છે. આ મામતમાં પણ જાણ અને અણુજાણની પ્રવૃત્તિમાં ફરક પડે છે. જે જાણ હાય છે તે વધુ ક્ષય કરે છે અને અલ્પ ખાંધે છે, અને અણુજાણુ હાય તે અલ્પ