________________
: ૩૪ર :
જ્ઞાન પ્રદીપ.
લેભી આત્મા વગેરેને વ્યપદેશ કરવામાં આવે છે. સોલ્ટ અને પાણી આ બન્ને વસ્તુઓમાં ભિન્ન ભિન્ન સ્વભાવ રહેલા છે. પાણીને સ્વભાવ શીતલ, મધુર અને પ્રવાહી. સૈટને સ્વભાવ ખાટો-ખારો અને ઉભરાઈ જવાના વિકારવાળે. જ્યાં સુધી ફેંટર્સેટ પાણી સાથે ભળતું નથી ત્યાં સુધી તેમાં રહેલ વિકાર જણાતું નથી પણ પાણી સાથે ભળે છે કે તરત જ તેને વિકૃત સ્વભાવ પ્રત્યક્ષ થાય છે. જેને જોઈને અણજાણ આ વિકારને પાણીમાં આરોપ કરે છે અને જાણ પુરુષ સ્રાટને સ્વભાવ માને છે. આ પ્રમાણે પાણી સદશ આત્મા અને સેલ્ટ સદશ જડ જ્યાં સુધી જડને આત્માની સાથે સંગ થતો નથી ત્યાં સુધી કર્મ કહેવાઈ વિકારભાવને પામતું નથી. જ્યારે આત્મા સાથે ભળે છે ત્યારે જ જડ કમસંજ્ઞાને ધારણ કરી અનેક પ્રકારના વિકારભાવને પામે છે. આ બધા ય વિકારે આત્મસંગી જડના છે, પણ જડસંયોગી આત્માના નથી. ઉભરાઈ જવાને વિકાર પાણીસંગી સોલ્ટને છે, પણ સૅલ્ટસંયોગી પાણીને નથી. વિશુદ્ધ આત્માની સાથે પુદગલ સ્કને સંગ થવા છતાં પણ તેમાં વિકૃતિ થતી નથી.
વ્યવહારદષ્ટિ-બાહ્યદષ્ટિની અપેક્ષાએ જન્મથી લઈને મરણ પર્યત આત્માની અનેક દશાઓ, સ્થિતિઓ, આચરણાઓ જાણ (વિકાસ) અને અણજાણ ( વિલાસી) એમ બે પ્રકારે ઓળખાતા આત્માઓની અંતર અને બાહા એમ બે પ્રકારની દષ્ટિથી ભિન્ન ભિન્ન રૂપે જણાય છે. જ્ઞાની પુરુષ દશા, સ્થિતિ અને આચરણાનું કારણભૂત કમને માની કમને જ વાંક કાઢે છે. ત્યારે અજ્ઞાની આ બધી ય પરિસ્થિતિને કારણે આત્માને માની આત્માને વાંક કાઢે છે. આત્માના પક્ષપાતી