________________
: ૩૩૪ :
જ્ઞાન પ્રદીપ.
જ્ઞાનચક્ષુવાળો જ્ઞાની અને ચર્મચક્ષુવાળો અજ્ઞાની. આપણે જ્ઞાની બનવું છે માટે ચર્મચક્ષુ ન બનતા જ્ઞાનચક્ષુ બનવું જોઈએ. જેઓ જ્ઞાનચક્ષુ છે તેઓ આત્મિક સાચી વસ્તુ અને સંપત્તિના હકદાર છે અને જેઓ ચર્મચક્ષુ છે તેઓ જડ સંપત્તિના અધિકારી છે. આપણને આત્મિક સંપત્તિ ઉપયોગી છે, સુખદ છે અને જડ સંપત્તિ દુઃખદ છે-આપણું અનિષ્ટ કરનારી છે. સંગ-વિયોગમાં હર્ષ–શેક ચર્મચક્ષુવાળાને જ થાય છે. જ્ઞાનચક્ષુવાળો સમભાવે રહે છે, કારણ કે જ્ઞાનચક્ષુવાળો જાણે છે કે સંગ-વિયેગ પરવસ્તુને થાય છે. પિતાની વસ્તુમાં સંગ-વિયેગને અવકાશ જ નથી, માટે જ જ્ઞાનચક્ષુ સમભાવી અને ચર્મચક્ષુ વિષમભાવી હોય છે. આપણે અત્યારે માનવજીવનને ઉપયોગ કરી રહ્યા છીએ. માનવજીવન ઘણું જ પવિત્ર છે. માનવજીવન સર્વોત્કૃષ્ટ ગણાય છે. માનવજીવનમાં સંપૂર્ણ પ્રકાશ રહે છે. માનવજીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અમૂલ્ય ત્રણ રત્નો રહેલાં છે. ”
આવા ઉત્તમ જીવનમાં રહીને અધમ વિચારથી, અધમ વાસનાઓથી, આપણે પિતાને જ મલિન બનાવીએ છીએ. આપણે પોતે જ પોતાના લાભને જતો કરીએ, આપણે અધમ જીવન જીવી ઉત્તમ જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરીએ તો તે એક આપણું જડની ગુલામી સિવાય બીજું કાંઈ જ નથી, માટે ટૂંકા જીવનમાં જીવી આપણે આપણી ઉન્નતિ-વિકાસ કરવા પ્રયત્ન કરે જોઈએ. સહુના માટે એક જ રસ્તો છે. દેહાદિના પરિવર્તન થવાના જ, માટે મરનાર વિકાસના પરિવર્તન માટે શેક ન કરતાં પોતાનું વિકાસી ઉત્તમ પરિવર્તન થાય તેવી ભાવના તથા પ્રવૃત્તિને આદર કરે.