________________
: ૩૩ર :
જ્ઞાન પ્રદીપ.
મહોત્સવ-જ્ઞાન, દર્શન અને આનંદને નિરવધિ. વિકાસની તારતમ્યતાથી વિભૂતિમાં તારતમ્યતા રહે ખરી પણ સર્વથા વિભૂતિને અભાવ હોય નહિ. જડાસક્ત, ઈન્દ્રિયેના ગુલામ વિલાસીઓને મૃત્યુ અત્યંત ભયકારક છે-દુઃખની નિરવધિ દેખાડનારું છે. આવા જીના મૃત્યુ માટે મહાશક કરવાની આવશ્યકતા રહે છે. એવા જીની દયા ખાઈને મૃત્યુના મેંમાંથી બચાવવાની ચેષ્ટા કરવી જોઈએ. બાહાથી અનેક પ્રકારના ઉપચારે કરીને મૃત્યુને હરાવવા સતત તેમજ સખત પ્રયત્ન કરવા જોઈએ.
અંતઃકરણથી વાસ્તવિક રીતે દેહગેહાદિને ત્યાગ કરનાર વિકાસી, જનતાની દષ્ટિએ ત્યાગ કરે તેમાં શેકને સ્થાન હોય જ નહિ; કારણ કે જે વસ્તુઓના ત્યાગને માટે આપણે શેક કરીએ છીએ તે વસ્તુઓ તે ચિરસમયથી તેણે ત્યાગી જ હતી. એ ત્યાગ સ્થલ દષ્ટિવાળા આપણને દષ્ટિગોચર થતું નહોતું. તે મૃત્યુની અવસ્થામાં એટલે સ્કૂલ દષ્ટિવાળાને સાક્ષાત્કાર થવાવાળી અવસ્થામાં દૃષ્ટિગોચર થશે તેથી શું આપણે શેક કરે ઉચિત છે? વિલાસીનું ભાવી ભયવાળું હોવાથી તેના આત્માને અધક્ષાતને લક્ષ્યમાં રાખીને દયાથી દિલ દુખાય તે તે યોગ્ય જ છે; કારણ કે એવા આત્માઓ કે જેઓ ભવાભિનંદીપણે માનવદેહમાં વિલાસ કરી રહ્યા હોય તેમને માનવદેહ છૂટી જવાથી વિકાસની દરિદ્રતાને લઈને વિવિધ પ્રકારની અનેક યાતનાઓના ભાગી બની પિતાની સાચી સંપત્તિને વિનાશ કરવાવાળા હોય છે. એટલે એમના મૃત્યુ સમયે આપણને અવશ્ય ખેદ થાય જ છે પણ વિકાસી માટે તે કેઈને પણ ખેદ થયા નથી તેમ થતો પણ નથી અને થાય તે ઉચિત નથી.
વિકાસના અભિલાષીને વિકાસી આત્માને વિયાગ કાંઈક સાલે