________________
સાચી ક્ષમા,
: ૩૯ :
અપરાધીને ક્ષમા માગવાની આવશ્યકતા છે. સ્વરૂપરમણતા તે ક્ષમા. પરરૂપરમણતા તે અપરાધ. સ્વરૂપમાં રમનાર કદી પણ અપરાધી બની શક્તો નથી. મેહને સેવક કદી પણ સ્વરૂપમાં રહી શકતો જ નથી અને પરરૂપમાં રમ્યા સિવાય મેહની સેવા થઈ શકતી જ નથી. જડ તથા જડના વિકારેને ભેગવવાની અભિલાષા તે જ પરરૂપરમણતા. કિંમતી આભૂષણ અને વસ્ત્રથી દેહને શણગાર, સારાં સારાં ખાનપાન દેહને અર્પણ કરવાં; બાગ, બંગલા, સ્ત્રી આદિને ઉપભેગ કરો વિગેરે વિગેરે મેહની સેવા અનેક પ્રકારે આત્માઓ કરી રહ્યા છે.
જ્યાં સુધી વિરક્તભાવ નથી ત્યાં સુધી સાચી ક્ષમા-યાચના નથી. : ક્ષમા સમભાવનું નામાંતર છે, સમ્યક્ત્વની સાચી વ્યાખ્યા છે. વિષમભાવ ક્ષમાને પૂર્ણ વિરોધી છે. રાગ તથા દ્વેષનું સમપણું ન થાય ત્યાં સુધી આત્મા ક્ષમા આપી શકતે નથી, તેમજ ક્ષમા માગવાને પણ અધિકાર નથી. ભૂલથી થયેલા અપરાધની ક્ષમા માગી શકાય, પણ પાંચે ઇંદ્રિાના દાસ બનીને તેની સેવાને માટે જીવવું બધા ય જીને ગમે છે, મરવું કોઈને પણ પ્રિય નથી એમ જાણવા છતાં અનેક જીને જીવન રહિત બનાવીને પછી તેમની પાસે ક્ષમા માગવી, આ તે કેવા પ્રકારની ક્ષમાયાચના કહેવાય તે કાંઈ સમજાતું નથી. વિષયાસક્તિ છેડવી નથી અને તેના અંગે જીવને સંહાર વધુ ને વધુ પ્રમાણમાં નિરંતર કરી અપરાધી બન્ચે જવું છે અને પછી રાશી લાખ છવાયોનિ પાસે ક્ષમા માગવી છે. તે તે જીવે ક્ષમા કેવી રીતે આપી શકે? આપણું ક્ષુદ્ર સ્વાર્થ માટે જે એક વખત બીજા ના પ્રાણને નાશ કરી માફી માગી ફરી તેમના પ્રાણોને નાશ ન કરીએ તે સાચી ક્ષમા માગી